કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને આઈસીસીએ મંગળવારે કંફર્મ કર્યું હતું કે વુમન્સ ટી-20 ક્રિકેટનો બર્મિંઘમ ખાતે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ થઇ ગયો છે. 8 ટીમો આ ઇવેન્ટમાં ભાગ લેશે. છેલ્લે 1998માં મલેશિયામાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની રમત રમાઈ હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને 2022માં ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં
યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20 ક્રિકેટને સામેલ કરવાની જાહેરાત
કરી છે. આ કોમનવેલ્થ ગેમ્સ 2022માં 27 જુલાઇથી 7
ઓગસ્ટ
સુધી યોજાશે.
રમતજગતમાં ઓલિમ્પિક
બાદ બીજા નંબર પર આવતી કોમનવેલ્થ ગેમ્સમાં 18 રમતમાં અંદાજે 4500
એથલીટ
ભાગ લેશે. મહિલા ક્રિકેટના તમામ મેચ બર્મિંઘમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં
રમાશે. તેમાં આઠ મહિલા ક્રિકેટ ભાગ લેશે અને આઠ દિવસ સુધી રમાશે. વર્ષ 1998
બાદ આ
પ્રથમ ઘટના હશે જ્યારે ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં જગ્યા મળશે.