વોર્ડ નં.૯માં મહિલાઓ માટેના અદ્યતન સુવિધાસભર સ્વીમીંગ પુલનુ ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશ રાદડિયા, શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ પુજારા, ચેરમેન માધ્યમિક શિક્ષણ અને અનુષાગીક શિક્ષણ સમિતિ રૂપાબેન શીલુ, કોર્પોરેટર શિલ્પાબેન જાવિયા, રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જીનિયર અલ્પનાબેન મિત્રા.
તેમજ આ વોર્ડના પ્રમુખ જયસુખભાઈ કારોટીયા, મહામંત્રી આશિષભાઈ ભટ્ટ, કમલેશ પરમાર, મંત્રી મહિલા મોરચા દક્ષાબેન વસાણી, મંત્રી યુવા શહેર ભાજપ કુલદીપસિહ જાડેજા, જીતુભાઈ, પ્રવીણભાઈ મારૂ, આરતીબેન શાહ, જાગૃતિબેન ભાણવાડિયા, દેવયાનીબેન માકડ, મનીષાબેન માકડિયા, રક્ષાબેન વાયડા, રંજનબેન લોખીલ, જગદીશભાઈ પટેલ, વિજયભાઈ આહીર, દીપકભાઈ મેહતા, શાંતિભાઈ પાઉં, મનસુખભાઈ જાગાણી, મેઘરાજસિહ ઝાલા, સંજય ભાલોડીયા, હિરેન સાપડીયા, વિરેન ભટ્ટ, દેવ ગજેરા, મનીષભાઈ પટેલ, પ્રદીપભાઈ ધાંધલ, સુરેશભાઈ પરમાર સહિતનાઓ સ્ળ મુલાકાત લીધેલ હતી.
મહિલાઓ માટેના અદ્યતન સુવિધાસભર સ્વીમીંગ પુલમાં સિક્યુરીટી ગાર્ડી લઈને સ્વીમીંગ પુલ સંચાલક સહિતના તમામ સ્ટાફ તરીકે માત્ર મહિલાઓ જ હશે. પદાધિકારીઓએ સ્વીમીંગ પુલના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું. અને અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com