- પ્રથમ વખત મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા મહિલા બન્યા
- દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બન્યા બાદ વિરોધ પક્ષના નેતા તરીકે આતિશીની નિમણૂંક
ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા બંને મહિલા જ હોય. આવું દિલ્હીમાં બન્યું છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બન્યા બાદ હાલ કાલકાજીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય અતિશયને દિલ્હી વિધાનસભામાં સર્વ સંમતિથી વિરોધ પક્ષના નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે. આ કદાચ પ્રથમ વખત છે કે મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા બંને મહિલા જ છે.
આ સાથે આતિશીએ ભાજપ મહિલાઓ માટે નાણાકીય સહાય સહિતના તેના વચનો પૂરા કરે તે સુનિશ્ચિત કરવા માટે AAPની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. બુરારીના ધારાસભ્ય સંજીવ ઝા દ્વારા આતિશીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને અન્ય તમામ AAP ધારાસભ્યોએ તેનો સ્વીકાર કર્યો હતો. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આ બેઠકનો ભાગ હતા.
જે બાદ આતિશીએ કહ્યું હતું કે AAP બતાવશે કે મજબૂત વિપક્ષની ભૂમિકા શું હોઈ શકે છે અને તમામ મુદ્દાઓને સંપૂર્ણ તાકાતથી ઉઠાવશે. આ સાથે વિપક્ષ તરીકે, અમે ખાતરી કરીશું કે ભાજપ બધા વચનો પૂરા કરે. હું ભાજપને દિલ્હી સિવાય તેમના દ્વારા શાસિત એક પણ રાજ્યનું નામ આપવા પડકાર ફેંકું છું. આ સાથે વધુમાં તેમને જણાવ્યું હતું કે “દિલ્હીના લોકોએ તમારા (ભાજપ) પર વિશ્વાસ મૂક્યો છે અને તમને જનાદેશ આપ્યો છે. બહાના બનાવવાને બદલે, તમે તેમને આપેલા વચનો પૂરા કરો,”
આ સાથે સર્વસંમતિથી વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ થયા બાદ આતિશીને કેજરીવાલ અને અન્ય વરિષ્ઠ પક્ષના કાર્યકરો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. જે બાદ X પર એક પોસ્ટમાં, કેજરીવાલે કહ્યું, “હું ગૃહમાં AAPના નેતા તરીકે ચૂંટાયા બદલ આતિશી જીને અભિનંદન આપું છું. AAP દિલ્હીના લોકોના હિતમાં રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે.”
આતિશીએ X પર પણ પોસ્ટ કરી અને કહ્યું, “દિલ્હીના લોકોએ અમને વિરોધ પક્ષની ભૂમિકા સોંપી છે, અને એક મજબૂત વિરોધ પક્ષ તરીકે અમે ખાતરી કરીશું કે ભાજપ સરકાર દિલ્હીના લોકોને આપેલા તેના તમામ વચનો પૂર્ણ કરે.”
ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ આતિશીને અભિનંદન આપ્યા. “આમ આદમી પાર્ટી એક જવાબદાર અને સક્રિય વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે, હંમેશા દિલ્હીના લોકોના હિતોને પ્રાથમિકતા આપશે,” તેમણે X પર પોસ્ટ કર્યું.