વેરાવળ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અંતર્ગત મહિલા હોદ્દેદારોનું સન્માન કરાયું
મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત વેરાવળ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસને ચૂંટાયેલા મહિલા સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતના મહિલા હોદેદારોનુ સન્માન કરાયુ હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્તિ રાજ્ય બિજ નીગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ કહ્યું કે, મહિલાઓ સહન શક્તિની પૂર્તિ હોવાની સો પુરૂષ સમોવડી છે. મહિલાઓ કોઈપણ વ્યવસાયમાં હોય ખેતી, નોકરી, કે ઘરકામ તે પુરી નિષ્ઠાથી ઈમાનદારી પૂર્વક કાર્યને અંજામ આપશે. મહિલાઓના કામમાં ચોક્સાઈ હશે ચીવટ હશે અને સમયમર્યાદા પણ જાળવશે. તેમ જણાવી રાજશીભાઈએ તમામ મહિલા હોદેદારોને અભિનંદન પાઠવી સરકારની મહિલાલક્ષી યોજનાઓનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત આયોજીત મહિલા નેતૃત્વ દિવસનું ગ્રામ્ય વિસ્તારમાંથી પરંપરાગત પહેરવેશમાં ઉપસ્તિ મહિલા હોદેદારો મણીબેન આમહેડા, ભાવનાબેન વાજા, ઉજીબેન મોરી, પાર્વતીબેન ગુજ્જર, સુંદરપરાના રૂડીબેન પંપાણીયા, અને સીંગસરના કડવીબેને દિપ પ્રાગટ્ય કરી ઉદધાટન કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રૈયાબેન જાલંધરા સો મહિલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન પુજાબેન બામણીયા, શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન સોલંકી, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન કિરણબેન સોસાનુ સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહીલ અને ડારી પ્રા. આરોગ્ય કેન્દ્રના નવનિયુક્ત ડો. શીતલ રામનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.