“યત્ર નારાયસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા”
ભારતની સતીઓ, સન્નારીઓ અને વિરંગનાઓનો ઇતિહાસ સમગ્ર વિશ્વમાં સુવાસ પથરાવી રહ્યો છે.
અબતક, નવીદિલ્હી
કહેવાય છે કે “યત્ર નારાયસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા” આ ભાવથી દેશમાં અનાદિ કાળથી સ્ત્રી-સન્માનનો આદર્શ પ્રમુખ સ્થાને રહ્યો છે. સતીઓ, સન્નારીઓ અને સાધ્વીનો એક જ્વલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડ્યો છે.વેદ ઉપનિષદ કાળમાં સ્ત્રી પુરૂષનો સમાન દરજ્જો આપવામાં આવેલો હતો.નારીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે.ભારતની નારી એ પોતાના હક ખાતર ક્યારેય બંધ કે ક્રાંતિ કરી નથી. એણે પોતાના અધિકારોની પરવા કર્યા વિના પોતાની ફરજો ઉત્તમ રીતે બજાવી છે. નારી પોતાનો સંપૂર્ણ સમય કુટુંબને સમર્પિત કરી દે છે માટે જ નારી તું નારાયણી છે.
ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં આપનાર શક્તિને પણ માં કહેવાય છે એટલુંજ નહીં નદી ને પણ માંનું બિરૂદ આપવામાં આવ્યું છે. આજે વિજયાદશમી એટલે કે દશેરા મા શક્તિના તો અનેક રૂપો અને અનેક અવતારો છે પરંતુ મા શક્તિ રૂપે પૂજવામાં આવે છે કોઈપણ વિપદા ભવય આપદા આવે ત્યારે દરેક લોકો દ્વારા જગતજનની માતાને યાદ કરી પૂજા-અર્ચના અને પ્રાર્થના કરવામાં. ક્ષત્રિય લોકો પણ આજના દિવસે શસ્ત્ર પૂજન કરી મા શક્તિની ઉપાસના કરતા હોય છે તેમનું માનવું છે કે ક્ષત્રિય નો મૂળ ધર્મ એ છે કે સમાજમાં રહેલી અબળા અને તે લોકો જે સક્ષમ નથી તેમનું પૂર્ણત: રક્ષણ કરવું અને સમાજનું હિત જાળવી રાખવું. ભારત એક માત્ર એવો દેશ છે કે જ્યા સ્ત્રીને પૂર્ણત: સન્માન સાથે તેનું પૂજન પણ કરવામાં આવે છે નારી શક્તિના કારણે દેશનું દોરી સંચાલન ખૂબ સારી રીતે થતું જોવા મળે છે ઝાંસીની રાણી લઈ આજની નારી કે જે તેની સમાન રહી પોતાનું અને પોતાના દેશના હિત માટે જે કર્તવ્ય નિભાવી રહી છે તે અન્ય દેશો માટે પણ એક પ્રેરણા નું શ્રોત છે.
વિશ્વમાં હાલ નારી સશક્તિકરણ અંગે અનેકવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં રાજાશાહી વખતે પણ રાજ સિંહાસન પર નારી શક્તિ બિરાજમાન હતી અને સમગ્ર દેશનું સંચાલન કરતી હતી. જગત જમાદાર અમેરિકા એ 197 વર્ષમાં એક પણ નારીને પ્રમુખ પદે બિરાજમાન કર્યા નથી સામે ભારતે રાષ્ટ્રપતિ તરીકે પણ મહિલાને સ્થાન આપ્યું છે. ભારત દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન ખાતે ભારતની નારી શક્તિ અંગે દરેકને માહિતગાર કર્યા હતા અને કહ્યું હતું કે જાસી થી લઇ ઇન્દિરા ગાંધી સુધીની નારી શક્તિ એ ભારતનું એમ્પાવરમેન્ટ ને વૈશ્વીક સાબિત કરી બતાવ્યું છે. આજની મહિલાઓ ભારતના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહી છે તો સામે ભારતની પહેલી આઇપીએસ અધિકારી પણ એક મહિલા જ હોવાનું ગર્વ પ્રાપ્ત કર્યું છે.
નવરાત્રીના નવ દિવસો એટલે કે નવ શક્તિઓનું પૂજન કરવામાં આવે છે જેને ધ્યાને એટલે લોકો માની આરાધના અને પુજા અર્ચના પણ કરતા હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે મા શક્તિ જ્ઞાન વૈભવ ઐશ્વર્ય આ તમામ ચીજવસ્તુઓ લોકોને આશીર્વાદ રૂપે આપે છે. કોઈપણ કાર્ય ને સિદ્ધ કરવા માટે શક્તિની આવશ્યકતા અનેરી હોય છે ત્યારે એકમાત્ર મા શક્તિ જ એ રૂપ છે કે સમગ્ર સંસાર અને જીવ સૃષ્ટિને શક્તિ આપી કાર્ય કરવા માટે સતત પ્રેરિત કરે છે. નારીના જીવનમાં ભગવાને સદગુણોનો સંચય કર્યો છે તે અદભુત છે. પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતા તો એનામાં છે જ તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે.
આજની સ્ત્રી ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી છે. કોર્પોરેટ જગતમાં, સરકારી કચેરીઓમાં, દવાખાનાઓમાં, વિમાનોમાં, દુકાનોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, નિર્ભયતાથી આજે સ્ત્રીઓ કામ કરી રહી છે અને રાજકારણના ક્ષેત્રમાં પણ સ્ત્રીઓએ પોતાનો પરચો બતાવી દીધો છે.સમાજનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં નારી એ પોતાના ઓજસ ના અજવાળા પાથર્યા ના હોય.