દાદરા નગર હવેલીમાં મહિલાઓ પિરિયડ્સ દરમિયાન સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે કેન્ડલ લઇ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ યાત્રામાં જોડાઇ
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સેલવાસમાં પિરિયડસ અને સેનેટરી નેપકિન પર મહિલાઓને જાગૃત કરવા મહીલાઓ કેંડલ માર્ચ કરી ‘પેડ યાત્રા’ કાઢી અને સાંજના સમયે આખા શહેરનું ભ્રમણ કર્યુ. મહિલાઓએ સ્વસ્થ અને સ્વચ્છ પરિવાર, સમાજ અને રાષ્ટ્રને જાગૃત કરવા શરુઆત પોતાથી જ કરવી તેવું કહ્યું , વધુમાં મહિલાઓને જણાવ્યું કે આપણા ખાન-પાન અને રહેણકરણીમાં સ્વચ્છતા પર વિશેષ સ્વાસ્થ્ય સંબંધી સેનેટરી પેડ જેવી આધુનિક ટેકનીકથી જોડાવવુંએ સમયની માંગી છે. દેશના લોકો વચ્ચે પીરીયડસ અને સેનેટરી નેપકીનનો મુદ્દો ઉઠાવી મહીલાઓને વધુ સશકત બનાવવાનું કાય કર્યુ તો બીજી તરફ હવે સરકાર પણ આ વિષયને લઇ જાગૃત થઇ રહી છે. કોઇ ફાયદામાટે નહી પરંતુ મહિલાઓને બિમારીથી બચાવવા માટે ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહીલાઓ અને કિશોરીઓ માસિક ધર્મને લઇ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. વોટસ સપ્લાય એન્ડ સેનિટેશન કોલેબારેટીવ કાઉન્સીલ તરફથી થયેલા એક રિચર્સ પ્રમાણે દુનિયામાં બીજા સૌથી વધુ વસ્તી વાળા દેશ ભારતમાં માસિક ધર્મથી પ્રભાવિત લગભગ ૩પ કરોડ મહીલાઓ છે જેમાં ૨૩ ટકા કિશોરીઓ એટલા માટે સ્કુલ છોડી દે છે જયારે ૧ર ટકા મહીલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે
છે. ૧૦ ટકા યુવતિઓનું માનવું છુે કે માસિક ધર્મ કોઇ બીમારી છે આમ જાગૃતિ માટે દાદરા નગર હવેલીની ઘણી બધી સ્વૈચ્છીક સંસ્થાઓ આ પેડયાત્રા માં જોડાઇ.