મહિલાઓને સ્વનિર્ભર બનાવવાના હેતુથી ગાંધીનગરમાં મનપા દ્વારા મિશન દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત આ પીંક ઓટો પ્રોેજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અતુલ ઓટો લીમીટેડના સહકારથી મહિલાઓને રિક્ષા ચલાવવાની તાલીમ, લાઇસન્સ, ગાડી પાસીંગ વગેરે કરાવવામાં આવેલ છે. આ રિક્ષા મેળવવા ઇચ્છુક મહિલાઓને સરળ હપ્તે લોન આપવામાં આવશે. જો મહિલાઓ બી.પી.એલ. કાર્ડ ધારક હોય અથવા તેમની પાસે આ કાર્ડ હોય તો તેમને લોનમાં સબસીડીનો પણ લાભ મળશે. ગાંધીનગરની મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા તેમના સશક્તિકરણના ભાગરુપે મહિલાઓ માટે વિકાસનો સ્ત્રોત મળી રહે માટે મહાનગર પાલિકા દ્વારા આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી છે. તેથી ગરીબ મહિલાઓ આર્થીક સક્ષમ બની શકે અને જીવનમાં બદલાવ કરી શકે માટે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
- માંડવીને “રેલવેની સુવિધા” અપાવવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર અને ટીમની કવાયત
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ
- તમે પણ તમારી બાઈક ના એન્જીન અને ટાયરની આ રીતે રાખો સંભાળ, બાઈક નું આયુષ્ય વધી જશે
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો