વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) સંબંધિત હરાજી આજે મુંબઈમાં શરુ થઈ ચુકી છે. IPLની તર્જ પર પ્રથમ વખત યોજાનારી આ લીગ માટે ખેલાડીઓની હરાજીમાં 448 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી માત્ર 90 ખેલાડીઓની હરાજી થશે ત્યારે ઓક્શનની શરૂઆત સ્મૃતિ મંધાનાના નામથી થઈ છે. તેમને બેંગલોરે 3.4 કરોડમાં ખરીદી.
સ્મૃતિ મંધાનાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ધુરંધર પ્લેયર છે. આ હરાજીમાં ભારતની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ સૌથી પહેલા બોલી લગાવી હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3.4 કરોડ રૂપિયામાં તેણીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી અને અંતે આરસીબીની ટીમમાં આ ધુરંધર મહિલા ખેલાડી ધૂમ મચાવશે.
સ્મૃતિ મંધાના એક ભારતીય ક્રિકેટર છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. તે ભારતીય મહિલા રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. BCCI દ્વારા તેણીને 2018 માં શ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવી છે. તેણીને 2018 માં ICC દ્વારા વર્ષની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે રશેલ હે હો ફ્લિન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ICCએ તેને 2018માં ODI પ્લેયર ઓફ ધ યર પણ જાહેર કરી હતી.
હરમનપ્રીત કૌરને મુંબઈએ ખરીદી
સ્મૃતિ મંધાનાથી ચૂકી ગયેલી મુંબઈ ઈન્ડિયન્સે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ખરીદી લીધી. મુંબઈએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સને હરાવી હરમનપ્રીત કૌરને રૂ. 1.80 કરોડમાં ખરીદી હતી.
સ્કીવરને મુંબઈએ અને દીપ્તિને યુપીએ ખરીદી
ઈંગ્લેન્ડની કેપ્ટન નતાલી સાયવરને મુંબઈ ઈન્ડિયન્સે 3.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી હતી બીજી તરફ, યુપી વોરિયર્સે ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને 2.60 કરોડ રૂપિયામાં ખરીદી હતી.