દેશ-વિદેશના મહિલાઓએ ભાગ લીધો: ગીત, નૃત્ય, રાસ, અંતાક્ષરી સહીતના પફોમન્સ રજુ કર્યા
લક્ષ્મણ રેખાએ રક્ષણ રેખા છે સીતાજીએ તેનું ઉલ્લંધ કર્યુ તો હરણ થયું. ભગવાન અને શાસ્ત્રોને આપેલ આજ્ઞાઓ, નિયમો પ્રમાણે રહેવાથી જીવનની સેફટી છે. ટ્રાફીકના રેડ, ગ્રીન, સીગ્નલો પ્રમાણે ચાલે, વાહન ચલાવે તો સેફટી છે. એમ આજે સ્વામી નારાયણ ગુરુકુલ યુ.એસ.એ. ડલાસના ઉદધાટન પ્રસંગે ચાલતા મહોત્વમાં આજે મહીલા મંચ યોજાએલ તે પ્રસંગે ગુરુકુલ દ્વારા વિદેશોમાં ચાલતા મહીલા મંડળો તથા સત્સંગ કેન્દ્રોના મહીલા મંચને સઁબોધતા મહીલા વીંગના પ્રેસીડેન્ટ જયાબેન બાબરીયાએ કહ્યું હતું ે
મહીલાએ જોબની સાથે સંતાન અને પરિવારની સંભાળ રાખવાની સાથે સત્સંગની વાતો અને બાળકોમાં નાનીવયથી સત્સંગ અને સંસ્કૃતિના સંસ્કાર રેડવા અહી ઘણી માતાઓ બેઠા છે કે જેના બાળકોએ આ સ્ટેજ ઉપર સત્સંગની કવીઝ, પ્રશ્ર્નોતરી રુપક, નૃત્ય, અંતાક્ષરી, ડ્રામા વગેરે પ્રસ્તુત કર્યા છે. નિયમીત પૂજા તેમજ માતા-પિતાને વંદન કરે છે એ આ સત્સંગ મહીલા મંડળોમાં ભાગ લેવાથી શકય બનતું રહ્યું છે. આપણે સંતાનને સાચવીશું તો સંતાનો આપણને સાચવશે. આપશો એવું જ લેશો પહેલા આપણે પ્રેમથી આપીએ પછી જ આશા રાખીએ.
અહીં ડલાસ ગુરુકુળના ઉદધાટનને મૂર્તિ પ્રતિષ્ઠા પર્વે ત્રણ કલાક સુધી યોજાએલ ભકિત મહીલા મંચના ફકત મહીલાઓએ જ પ્રવચન, વ્યાખ્યાન, કવીઝ પ્રશ્ર્નોતરી, અંતાક્ષરી હીડોળા ઉત્સવ રુપક ડ્રામા વગેરે આલિકા મંડળ યુવતિ મંડળ તેમજ મહીલા મંડળના સભ્યોએ રજુ કરી ભગવાનનો રાજીપો મેળવેલ હતો.
આ પ્રસંગે ભારત, યુ.કે. કેનેડા, ઓસ્ટ્રેલીયા વગેરે દેશો તેમજ અમેરીકાના ડલાસ ઉપરાંત ન્યુજર્સી વોશિંગ્ટન શિકાગો, આપ્લાન્ટ, ફિનીકસ વગેરે શહેરોના બાલિકા યુવતિ અને મહીલાઓ લાભ લેવા પધારેલા હતા.
અત્રે યોજાયેલ રપ પચ્ચીસ કુંડી મહાવિલ્બુપણના દ્વિતીય દિવસે યજમાનોએ આહુતિ આપેલ હતું સાથે સંતો લક્ષ્મીનારાયણદાસજી સ્વામી શ્રી નારાયણ પ્રસાદદાસ સ્વામીએ પ્રવચત લાભ આપેલ. પુરાણી શ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીએ સત્સંગીજીવન કથાનું રસપાન કરાવેલ હતું.