સુરેન્દ્રનગર જિલ્લામાં નગર પાલિકાના વહીવટ ખાડે ગયો હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યો છે તેવા સંજોગોમાં નગરપાલિકામાં રાજકીય ઓથ હેઠળ અનેક વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ બેફામ બન્યા હોય તેવી રાવ ફરિયાદ ઉઠવા પામી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા સાથે છેડતી થઈ હોવાની પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે.
સુરેન્દ્રનગર નગરપાલીકામાં ફરજ બજાવતા સુપરવાઇઝર દ્વારા વોર્ડમાં કામ કરતી મહિલાને તાબે કરવા માટે નોકરીમાં રાજ કરાવવાની લાલચ આપવા છતાય મહિલા વશમાં ન થતા છેડતી કરી પતિને ગાળો આપી છુટા કરાવતા સુપરવાઇઝર સામે ફરીયાદ નોંધાવાઇ છે. સુરેન્દ્રનગર નગરપાલીકામાં કામ કરતી મહિલાની પાછળ પાછળ સુપરવાઇઝર ફરીને મહિલાને વશમાં કરવા માટે અઘટીત માંગણી કરતો હતો.
મહિલા વશમાં ન થતા સુપરવાઇઝર ચેતન ધનજીભાઇ ઝાલાએ મહિલાની છેડતી કરી હતી.ત્યાર ને બાદ મહિલાના પતિને જાણ કરતાની સાથે ટેજ આ શખ્સ મહિલાના પતિને પણ ગાળો પણ આપી અને નોકરીમાં છુટા કરાવી દીધા હતા.આમ મહિલા સાથે સતત અઘટીત ની ઘટના બનતા છેવટે કંટાળીને મહિલાએ સબ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચેતન ધનજીભાઇ ઝાલા સામે છેડતીની પોલીસ ફરીયાદ નોંધાવી છે.ત્યારે છેડતીનો ગુનો દાખલ થયા બાદ પણ હજુ સુધી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે કોઇપણ જાતની તપાસ કરવામાં ન આવી હોવાની રાવ ફરિયાદ પણ ઉઠવા પામી છે
ત્યારે ખુદ જિલ્લાના વહીવટી કરતાં જ આવા લોકોને સાચવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ક્યારે ગુનો દાખલ કરવામાં આવ્યા હોવા છતાં પણ આ ઈસમની અટકાયત કરવામાં આવતા આ મહિલા દ્વારા કાલે ફરી એક વખત પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસના પીએસઆઇ ને આ બાબતે રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ છેડતી કરનાર ઈસમને ઝડપી લેવા માટેની રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં જ આ ઈસમની અટકાયત કરવામાં નહીં આવે તો ખૂદ આ મહિલા કે જે છેડતીનો ભોગ બની છે ત્યારે જિલ્લા કલેકટર ઓફિસ બહાર ઉપવાસ આંદોલન ઉપર ઉતરશે તેવી લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ ને રજૂઆત કરવામાં આવી છે અને ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ત્યારે આ મામલે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ કામગીરી શરૂ કરવામાં આવતા તાત્કાલિકપણે સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સુરેન્દ્રનગર પોલીસ વાળા ની મુલાકાતે જઇ અને ભીનું સંકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે આ ફરિયાદ બાદ પણ સુપરવાઇઝર ની અટકાયત પોલીસ દ્વારા ન કરવામાં આવતા ફરિયાદ કરનાર અને ભોગ બનનાર મહિલાની ધીરજ ખૂટી છે ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગરની કલેકટર કચેરી સામે આ મહિલા પોતાને ન્યાય માટે ઉપવાસ આંદોલન પર ઊતરી ચૂકી છે.