રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા સાતમા દિવસે મહિલા શિક્ષણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ તાલુકા અને રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાના હરીપરપાળ, લીલી સાજડીયાળી, રામોદ, કોટડા સાંગાણી, ગઢકા વગેરે ગામો અને શહેરના રેલનગર વિસ્તારની મહિલાઓને વેબિનારના માધ્યમથી જોડી રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ દ્વારા મહિલાઓ શિક્ષણ દ્વારા અગ્રેસર કરે તેમજ સામાજિક, વ્યાવસાયિક વગેરે ક્ષેત્રે આગળ વધવા શિક્ષણનું મહત્વ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવાના કર્મચારીઓને વેબીનાર ના માધ્યમથી તાલીમ આપેલ અને સાથે સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી વેબિનાર પૂર્ણ થયા બાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાઓ ને ૧૮૧ સેવા વિષે અને અન્ય મહિલાલક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા.
Trending
- પેરેંટિંગમાં ટાઇમ આઉટ ટેકનિક શું છે..?
- Mercedes-Benz એ તેનું 200,000મુ ‘મેડ-ઇન-ઇન્ડિયા’ વેરિયન્ટ કર્યું બજારમાં રજુ…
- કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી રેલ કનેક્ટિવિટી મળશે; 19 એપ્રિલે PM મોદી કરશે ઉદ્ઘાટન
- ભાવનગર જિલ્લાના કલેક્ટર તરીકે ડૉ. મનીષ કુમાર બંસલે સંભાળ્યો ચાર્જ!
- ધોરાજી : જૂનાગઢ રોડ પર ચાલતા ઓવરબ્રીજના કામને પગલે હિત સમિતિનુ આંદોલન
- “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”
- ઉનાળામાં કીડીઓનો ત્રાસ વધ્યો છે..?
- ગુજરાતમાં વધુ એક જગ્યા એ આગ!!