આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પૂર્વ સાંસદ ડેલકરનું સંબોધન
નવશકિત મહિલા સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોજીત કાર્યક્રમમાં પ્રદેશના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકર તેમજ તેમના પત્ની કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા, મહેશ ગાવિત સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં બહેનોનું સન્માન કર્યું હતુ આ પ્રસંગે મોહન ડેલકરે સંબોધતા જણાવ્યું હતુ કે પ્રદેશમાં પ્રદેશની મહિલાઓનું સન્માન સર્વોપરી રહેશે તેમજ મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેમજ પ્રદેશના ઉજજવળ ભવિષ્ય માટે મહિલાઓએ સહયોગ આપવાની જરૂરીયાત છે. એવી લાગણી વ્યકત કરી હતી. પ્રદેશમાં છેલ્લા ૧૭ વર્ષથી નવશકિત મહિલા સંગઠન કાર્યરત છે. આ પ્રસંગે મહિલા સંગઠનની સંસ્થાપીકા કલાબેન ડેલકરે જણાવ્યું હતુ કે પ્રદેશમાં મહિલાઓનાં ઉત્થાન માટેના કાર્યક્રમો અવિરત પણે ચાલુ રાખવામાં આવશે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે કોઈ પણ કાર્ય બોજથી નહિ પણ મોજથી કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેવો સંદેશ કલાબેન ડેલકરે પાઠવ્યો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી નવશકિત મહિલા સંગઠન દ્વારા વિવિધ ક્ષેત્રમાં ગૌરવ વધારનારી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ તેમજ તા.૮,૯ અને ૧૦ના રોજ સામવરણી હોલમાં આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા નવશકિત મહિલા સંગઠનની મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.