ગઈકાલે સમગ્ર વિશ્ર્વમાં મહિલા દિનની ઉજવણી કરાઈ હતી ત્યારે ઉપલેટા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શહેર તાલુકાની ચાર બહેનોની નોધ લઈ તેનું નારી સન્માન કરવામાં આવેલ હતુ.
શહેરમાં છેલ્લા ૫૦ વર્ષ થયા માત્ર રૂા.૧૦ દવા અને નિદાન કરી દર્દીની સેવા કરનાર પીઢ ડો. ગોપીબેન ભાટીયા, વામી વિવેકાનંદ સમિતિની સ્થાપના કરી તાલુકાના હજારો બહેનો સિવણ, ગુંથણ, મહેંદી કોન, ભરતકામના કલાસ કરાવી પોતાનાપગપર કમાઈને પરિવારને મદદ કરી રહી છે.
તેના સ્થાપક ભાનુબેન ચંદ્રવાડીયા શહેરનું સાહિત્યલેખક્અને મોટીવેશનલ સ્પીકર તરીકે નામ રોશન કરનાર કવિયીત્રી નીતાબેન શોજીત્રા જયારે સુપેડી ગામે ૧૦૦ બેડની ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલની સ્થાપના કરી
આજે ગરીબ દર્દીઓને મફત નિદાન સારવાર આપનાર ડો. ઉવર્શીબેન ખાનપરા સહિત ચાર બહેનોને નારીરત્ન સમિતિ સન્માનવામાં આવ્યા હતા અને પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરીયા, ડેલ્ટાસ્કુલના એમ.ડી.જે.એમ.માંગરોલીયા, પ્રિન્સીપાલ યતિનભાઈ ગરાળલા, લોક ગાયક માલદે આહિર, ગ્રાહક સુરક્ષા મંડળના દિનેશભા, સોજીત્રા, યુસુફભાઈ સોરઠીયા સહિત નગરજનો હાજર રહ્યા હતા.