વિશ્વમહિલા  દિનની ઉજવણી કેશોદમાં શ્રી મહિલા મંડળ દ્વારા આયોજીત કરવામાં આવી હતી.  કેશોદ શહેરમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રોમા સફળતાપૂર્વક જવાબદારી સંભાળી ગૌરવ અપાવનાર મહીલાઓ ની ઉ૫સ્થિતમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ શહેરના નાયર કલેકટર અને તત્વચિતક લેખક સુ.શ્રી રેખાબા સરવૈયાના અઘ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બીફે રુપાબેન, પ્રો. ડો. નયનાબેન રામાણી, ડો. કીર્તીબેન અગ્રાવત, મંજુલાબેન ભીમાણી, કૃપાબેન લાખાણી અને મામલતદાર હેતલબેન ભાલીયા દ્વારા બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત મહીલાઓને સશકિતકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમની શરુઆત બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. કેશોદ લોહાણા મહીલા મંડળ પ્રમુખ દિપાલીબેન દેવાણીએ શબ્દોથી સ્વાગત કર્યુ હતું. વિશ્ર્વ મહિલા દિન ઉજવણી નીમીતે સુ.શ્રી રેખાબા સરવૈયાએ પોતાના વકતત્વમાં જણાવ્યું હતું કે, વિશ્ર્વ મહીલા દિને તમામ મહીલાને અપીલ કરી હતી કે મહાનુભાવો ના વકતત્વ ને જીવનમાં વણી લેજો આપોઆપ સફળતા મળી જશે.

કેશોદ લોહાણા મહાજન શ્રી રધુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદીર ગ્રુપ, અખિલ સૌરાષ્ટ્ર રધુવીર સેના અને લોહાણા મહીલા મંડળના હોદેદારો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ઉદધોષક શ્રઘ્ધાબેન દ્વારા કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.