આજે દુનિયામાં મહિલાઓ દરેક ક્ષેત્રોમાં પોતાનું આગવુ સ્થાન લઇ રહી છે. અને પોતાની સફળ કારર્કીદી તરફ જઇ રહી છે. તેમજ મહિલાઓ ગૃહકામથી લઇને સ્પોટ્સ જેવી રમતો સુધી પહોંચી ગઇ છે. અને સફળ થઇને સમાજ અને દેશનું નામ રોશન કરે છે આવી દિકરીઓ માટે દેશ ગર્વ, ખુશ અને પ્રેરણા અનુભવે છે…
તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મહિલા ક્રિકેટ ટીમ હોસ્ટ દરમિયાન ખેલાડીઓને કહ્યું કે જે દેશમાં આવી હિંમતવાળી દિકરીઓ હશે તે દેશ હંમેશા ગર્વ અનુભવશે.
અને આ વાતચિત દરમિયાન વડાપ્રધાનને મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓને ‘હારી’ ન હોવાનું જણાવીને હકીકતમાં તેમની સૌથી મોટી જીત ગણાવી હતી. અંતે એ પણ જણાવ્યું હતું કે ભારતન દીકરીઓએ ઘણા આંતરરાષ્ટ્રીય રમત ગમતમાં રાષ્ટ્રને ગૌરવ અપાવ્યો છે જેથી સમાજને પ્રગતિને ઘણો ફાયદો મળે છે તેમજ મહિલાઓ ર્સ્વનિર્ભર બને છે.