ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને પૂર્વ સાંસદ ભાવનાબેન દવે સહિતના મહિલા અગ્રીણો રહ્યાં ઉપસ્થિત
શહેરના વિધાનસભા ૬૯ ક્ષેત્રમાં ભાજપના મહીલા મોરચા દ્વારા તાજેતરમાં મહીલા સંમેલન યોજાયું હતું જેમાં લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાના પ્રયાસો થયા હતા કાર્યક્રમમાં અનેક મહીલા આગેવાનોએ હાજરી આપી હતી.સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહીલા મોરચા દ્વારા મહીલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં મુખ્ય હેતુ છે કે દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર મહીલા સંમેલન યોજવું જેને અનુલક્ષી વિધાનસભા-૬૯ ખાતે મહીલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભા-૬૯ એ જગ્યા છે. જયાથી વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી અને નરેન્દ્ર મોદી સીરમોર બન્યા છે. જેનો શ્રેય વિધાનસભા ૬૯ની પ્રજાને થઇ છે. જેથી ચુંટણીમાં બહેનો ઉજવળ કામગીરી કરી સાથો સાથ સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે તે હેતુથી મહીલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાનુબેન બાબરીયા (રાજકોટ ગ્રામ્યનાં એમએલએ)
વિધાનસભા-૬૯ માં મહીલા મોરચા દ્વારા મહીલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુબ જ મોટી સંખ્યામાં મહીલાઓ ઉ૫સ્થિત રહ્યા હતા. સરકારની સિઘ્ધિઓ વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવેલા વિકાસનાં કામો સાથો સાથ નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહીલાઓને લઇ કરવામાં આવેલા કામો માટે મહીલા સંમેલન યોજાયું હતું. અને મહીલાઓને માહિતગાર કર્યા હતા.