કુપોષણમુકત ગુજરાતનાં નિર્માણમાં સહભાગી બનવાનું આહવાન: વિશાળ સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ

પાટડી ખાતે શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મંત્રીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બહેનોને કુ-પોષણમુકત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર ગુજરાતની એકપણ મહિલા અને બાળક કુ-પોષિત ન રહે તે માટે કટિબદ્ધ છે.

આ માટે માતા અને બાળકને પુરતો પોષણક્ષમ આહાર મળે તેવા સરકારના પ્રયાસો રહ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મહિલા જો સ્વસ્થ હશે તો જ રાજય અને રાષ્ટ્ર સ્વસ્થ બનશે તેથી જ રાજય સરકાર મહિલાઓના આરોગ્ય સુખાકારીની સાથે તેમના સશકિતકરણ માટેનું આગવું કાર્ય કરી રહી છે.

તેમણે ૧૮૧ અભયમ હેલ્પ લાઈનનો ઉલ્લેખ કરી મહિલાઓ માટે લોન્ચ કરવામાં આવેલ ૧૮૧ અભયમ એપની વિશેષ જાણકારી આપી પ્રત્યેક બહેનોને તેમના મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કરી મુશ્કેલ પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલ, અગ્રણી સર્વ જેસીંગભાઈ ચાવડા, ખેંગારભાઈ ડોડીયા, પી.કે.પરમાર, હસમુખભાઈ બાવરા, જેન્તીભાઈ પટેલ, દર્શનાબેન પટેલ, સુરેખાબેન પટેલ, જીજ્ઞાબેન પંડયા, સ્મિતાબેન રાવલ, રમીલાબેન, મંગુબેન, અધિકારીઓ-પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.