૨૦૧૯ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા
ભારતીય રાષ્ટ્રીય મહીલા કોંગ્રેસના ઉપક્રમે દિલ્હી ખાતે બે દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. મહીલા કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ સાંસદ સુસ્મીનાદેવના અઘ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમીનારમાં સમગ્ર દેશના રાજયોના પ્રમુખો મહીલા કોંગ્રેસના રાષ્ટ્રીય હોદેદારો ઉ૫સ્થિત રહ્યા છે.
અન અગામી લોકસભા ૨૦૧૯ ની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ચુંટણી ઢંઢેરામાં મહીલાના વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ નો સમાવેશ કરવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસના અઘ્યક્ષ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા દ્વારા વિસ્તૃત મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા.
શહેરોમાં મહીલાઓ માટે સ્પેશય વકીલ વુમેન હોટેલ બનાવવી, એકલી મહીલાની સુરક્ષા માટે કાયદો લાવવો, રાષ્ટ્રીય કક્ષાએ મહીલાઓ માટે ભરતીની ખાલી જગ્યાઓ સરકાર બન્યા બાદ એ વર્ષમાં ભરી દેવામાં આવે, સ્વનીભેટ થવા માંગતી મહીલાઓ કોઇપણ રોજગારની આયોજન કરે તો તેમને વિશેષ આર્થીક સહાય, ચાલુ સરકારી નોકરીમાં રહેલ મહીલાઓને એક વખત કુટુંબના કામ માટે છ મહીનાથી વધારની રજા આપવામાં આવે. ત્યકતા વિધવા મહીલાઓ માટે નોકરીમાં વિશેષ અનામત આપવાનું વિચારી શકાય આ બેઠકમાં ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબેન વાઘેલાએ ભાગ લીધો હતો