ભારે વરસાદના કારણે શહેરના કાલાવડ રોડ પર આવેલો મહિલા કોલેજ અંડરબ્રીજ, રેલનગર વિસ્તારમાં આવેલો રેલનગરબ્રીજ અને પોપટપરા બ્રીજ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદી પાણી ઉલેચવા માટે મહાપાલિકા દ્વારા મહાકાય મશીનરી મુકવામાં આવી છે. છતાં આ મશીનરી પાણી ઉલેચવામાં રિતસર નાકામ નિવડી રહી છે. પમ્પીંગ પાણી બહાર કાઢવામાં આવે છે પરંતુ આ પાણી ફરી બ્રીજમાં આવી જાય છે. લક્ષ્મીનગરના નાલુ પણ ડુબી ગયું હોય. રસ્તો બંધ થઈ ગયો છે.
શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે તો રાજમાર્ગો પર નદીઓની માફક પાણી વહી રહ્યા છે. ૧૫૦ ફુટ રીંગરોડની હાલત અતિશય ખરાબ છે. સલામતીના ભાગ‚પે અને વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે બીઆરટીએસ ‚ટ ખાનગી વાહનો માટે પણ ચાલુ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, મહિલા કોલેજ અંડરબ્રીજ, પોપટપરાનું નાલુ અને રેલનગર બ્રીજમાં પાણી ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં પાણી ઉલેચવા માટે મશીનરી મુકવામાં આવી છે પરંતુ પમ્પીંગ કર્યા બાદ જે પાણી બહાર કાઢવામાં આવે છે તે ફરી બ્રીજ તરફ આવી જતું હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે.