શ્રીમતિ આર.પી.ભાલોડીયા મહીલા કોેજની એન.એસ.એસ. કેમ્પ ચીખલીયા મુકામે પ્રો. ડો. લલીતાબેન ભુત તથા પ્રો. એન.ડી. ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ કેમ્પનું ઉદધાટન આદર્શ એજયુકેશન ટ્રસ્ટના મંત્રી પ્રવીણભાઇ દલસાણીયા અને મનસુખભાઇ માકડીયાના હસ્તે થયું હતું. આ કાર્યક્રમનું મુખ્ય મહેમાન તરીકે શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન.એસ.એસ. વિભાગના કો-ઓર્ડીનેટર પ્રિ. એન.કે. ડોબરીયા તથા મહીલા કોલેજ ના ભૂતપૂર્વ પ્રિ. એમ.એન. કાલાવડીયા હાજર રહેલ. ભાયાવદર કોલેજના પ્રિન્સીપાલ ડો. એમ.ડી. સવસાણી સાહેબ પણ હાજર રહી પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું.
એન.કે. ડોબરીયા વિઘાર્થીના જીવનમાં એન.એસ.એસ.નું મહત્વ સમજાવેલ પ્રિ. ડો. કાલાવડીયા સ્વાગત પ્રવચન કરેલ. ભૂતપૂર્વ પ્રિન્સીપાલ શ્રી કાલાવડીયાએ નિર્ણય પ્રક્રિયા જીવનાં કઇ રીતે સફળતા આપવે તે વિશે તથા ચીખલીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહજીબાપુએ ગામડાના વાસ્તવિક ચિત્રણ અંગે સમજાવ્યું. ઉપરાંત આ તકે સરપંચ ધમેન્દ્રસિંહજી, અજીતસિંહબાપી, કડવા પટેલ સમાજના અગ્રણીઓ, જીતેશભાઇ ઉકાણી, પ્રાથમીક શાળાના આચાર્ય, સ્ટાફમિત્રો ગામજનોએ હાજર રહી ખુબ જ સહાકા આપ્યો હતો.
આ શિબીરને સફળ બનાવવા જી.એસ કુમારી નિશા વિરમાગામા તથા વિઘાર્થીની બહેનોએ સહકાર આપેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ.
આ કાર્યક્રમનું માર્ગદર્શન પ્રો. ડો. કૈલાસબેન ઉપાઘ્યાય અને સંચાલન પ્રો. ડો. એન.ડી. ડઢાણીયાએ કરી હતી.