આજે શ્રાવણ સુદને સાતમ એટલે કે શીતળા સાતમ છે. મહિલાઓ રાંધણ છઠ્ઠના દિવસે ચુલો ઠારે છે અને બીજા દિવસે એટલે સાતમના રોજ આજે આખો દિવસ ચુલો પ્રગટાવાતો નથી. શીતળા સાતમે પરિણીત મહિલાઓ, માતાઓ તેમના સંતાનોની સુખાકારી, સમૃધ્ધિ અને દીર્ધાષ્યુ માટે શીતલા માનું પૂજન કરે છે. અને એકટાણુ કરે છે. રાજકોટમાં બેડીપરા ખાતે આવેલ સુપ્રસિધ્ધ શીતળામાંના મંદિરે આજે ભવ્ય મેળો ભરાયો છે. અહી સવારથીજ સ્ત્રીઓ તેમના સંતાનોને લઈ ર્માંના દર્શનાર્થે ઉમટી પડી છે. આજે શીતળા ર્માંનું પૂજન, તેમજ શ્રીફળ કુલેરની પ્રસાદી ધરવામાં આવે છે. બેડીપરા શીતળા માંના મંદિરે સવારથી ભકતોની ભીડ જામી છે.

DSC 0829
DSC 0806

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.