ગોદાવરી ગારમેન્ટ લીમીટેડને મહિલા કર્મીઓનાં પેન્શન પેટે ૧૦ લાખ રૂપિયા ચુકવવાની કરાઈ તાકીદ

સુપ્રીમ કોર્ટ દ્વારા ગાર્મેન્ટ ક્ષેત્રની કંપનીમાં કામ કરતી મહિલાઓને પેન્શન આપવા માટેની તાકિદ કરવામાં આવી છે. વિશેષરૂપથી જો વાત કરવામાં આવે તો ગાર્મેન્ટ ક્ષેત્રમાં ઘર બેસી કામ કરતી મહિલાઓને પણ કર્મચારીઓને મળતાં લાભોની હકકદાર હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સાથોસાથ સુપ્રીમ કોર્ટે તાકીદ કરતાં જણાવ્યું હતું કે, ૧૯૯૦માં જે મહિલાઓ ઘરે બેસી કામ કરતી તે મહિલાઓને પેન્શનનો લાભ આપવામાં આવવો જોઈએ તે લાખો લોકોને મદદ અદ્રશ્ય સ્વરૂપે કરતી જોવા મળે છે.

ગોદાવરી ગાર્મેન્ટ લીમીટેડ કંપનીને સુપ્રીમ કોર્ટે આદેશ કરતાં જણાવ્યું છે કે, તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓને પેન્શન પેટે ૧ મિલીયન એટલે કે ૧૦ લાખ ‚પિયા આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. વધુમાં કોર્ટે તાકીદ કરતાં જણાવ્યું હતું કે, ઘરે બેસી કામ કરતી મહિલાઓ પેન્શન યોજના માટે પૂર્ણત:  હકકદાર છે અને કર્મચારીઓને જે લાભો મળી રહ્યા છે તે લાભથી મહિલાઓને સહેજ પણ વંચિત રાખી ન શકાય. ભારતની ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ કે જે ઘરબેઠા કામ કરી રહી છે તેને કર્મચારીનો દરજજો આપવામાં આવતો નથી. ગાર્મેન્ટ ક્ષેત્રમાં ૧ કરોડથી વધુ લોકોને ફેકટરીમાં રોજગારી મળતી હોય છે પરંતુ લાખો એવી મહિલાઓ છે કે જે ઘેર બેઠા કામ કરે છે.

વિવિધ સંસ્થાનાં જણાવ્યા અનુસાર ગાર્મેન્ટ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને જો કર્મચારીનો દરજજો આપવામાં આવે તો એમ્પ્લોયર અને એમ્પલોયી વચ્ચેનાં જે સંબંધો છે તે વધુ મજબુત બની શકશે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એ વાતની તાકીદ કરવામાં આવી છે કે, ગાર્મેન્ટ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પુરુષ સમોવડી બનાવવામાં આવે અને તેમને જે લાભો આપવામાં આવે છે તે તમામ લાભો મહિલાઓને પણ આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.