• યોગ ભગાડે રોગ

50થી વધુ મહિલાઓ યોગ સાથે પ્રાણાયામ અને ધ્યાન કરશે: કાર્યક્રમની વિગત આપવા શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ અને જ્યોત્સનાબેન ટીલાળા સહિતના ભાજપના મહિલા કોર્પોરેટરોએ ‘અબતક’ની લીધી મુલાકાત

યોગએ આપણી ભારતીય સંસ્કૃતિની સમગ્ર વિશ્ર્વને દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્ર્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21-મી જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્ર્વમાં તારીખ 21-મી જુનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને શહેરભરમાં પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.21મી જુન ‘વિશ્ર્વ યોગ દિવસ’ નિમિતે શહેરના પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિશ્ર્વ યોગ દિવસ” નિમિતે દર વર્ષની માફક આ વર્ષે પણ “જીજાબાઈ મહિલા સ્નાનાગાર” સાધુ વાસવાણી રોડ ખાતે મહિલાઓ દ્વારા સ્નાનાગારમાં એક્વા યોગાનું આયોજન કરેલ છે. આરતી માંડલીયા ઓનર ઓફ પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના માર્ગદર્શન હેઠળ “એક્વા યોગા” આયોજન કરેલ છે. જેમાં જીજાબાઇ મહિલા સ્નાનાગારમાં 20 વર્ષથી 65 વર્ષ સુધીની વય જૂથની 50 જેટલી મહિલાઓ પાણીની અંદર એક્વા યોગા કરશે. યોગ પ્રોટોકોલમાં દર્શાવ્યા મુજબના વિવિધ આસનો ઉપરાંત ઊભા રહીને કરવાના આસનો, બેસીને કરવાના આસનો, ઊંધા સુઈને તેમજ સીધા સુઈને કરવાના આસનોનો સમાવેશ થાય છે. “એક્વા યોગા” સવારે 7:00 કલાકેથી શરૂ થશે અને સતત 45 મિનિટ સુધી પાણીમાં રહીને “એકવા યોગા” કરવામાં આવશે. અંતમાં પ્રાણાયામ અને ધ્યાન સાથે “એક્વા યોગા” સમાપન થશે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કાર્યકારી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ શહેરની મહિલાઓ/બહેનોને આ ખાસ કેટેગરીના “એક્વા યોગા” નિહાળવા શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

મહિલાઓ દ્વારા કરવામાં આવનાર “એકવા યોગા” કાર્યક્રમ નિહાળવા શહેરભરની મહિલાઓ ઉત્સાહભેર જોડાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક સમિતિ ચેરમેન સમિતિ ચેરમેન રસિલાબેન સાકરિયા, બાગ-બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, સ્ટેન્ડિંગ શિક્ષણ સભ્યો દક્ષાબેન વસાણી, રૂચીતાબેન જોશી, ભારતીબેન પરસાણા, મંજુબેન કુંગસિયા, જ્યોત્સનાબેન ટીલાળા અને વર્ષાબેન રાણપરાએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

જો મહિલા સ્વસ્થ હશે તો ઘર સ્વસ્થ રહેશે: આરતી માંડલીયા

‘અબતક’ સાથેની વાતચિતમાં પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના ઓનર આરતી માંડલીયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષની થીમ મહિલા સશક્તિકરણ પર છે ત્યારે કોર્પોરેશન દ્વારા જીજાબાઇ મહિલા સ્નાનાગાર ખાતે 50થી વધુ મહિલાઓ યોગા કરશે. જેમાં 20થી 65 વર્ષની મહિલાઓ પાણીની અંદર એક્વા યોગા કરશે એવું કહેવાય છે કે યોગ ભગાડે રોગ. યોગા કરવાના અનેક ફાયદા છે. સ્ત્રીઓએ તો યોગા પ્રાણાયામ કરવા જ જોઇએ. જો મહિલા સ્વસ્થ હશે તો ઘર સ્વસ્થ રહેશે. એક દિવસ યોગ કરવાથી ફાયદો નહીં થાય. દરરોજ યોગા કરવાથી સ્વાસ્થ્યમાં

ઘણો સુધારો આવી શકે છે. શરીરમાં સ્ફૂર્તિ છે. હું દરેક મહિલાને વિનંતી કરૂં છું કે આપણે સૌ કાલે સંકલ્પ લઇએ કે કાલથી એક વર્ષ સુધી દરરોજ યોગા કરીએ.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.