રાજકોટ મહાપાલિકા દ્વારા બહેનોને નિશુલ્ક સેનિટરી પેડનું વિતરણ થતા જાગૃતિ સેમિનાર યોજાયો
રાજ્યની બહેનોને નિશુલ્ક સેનિટરી પેડનું વિતરણ કરવાના રાજ્યવ્યાપી અભિયાનનો મહિલા અને બાલ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરી બેન દવેએ રાજકોટી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ મહિલાઓને જોશીલું સંબોધન કરતા જણાાવ્યું હતું કે, સમગ્ર સમાજની સ્વસ્તા માટે સ્ત્રીઓએ પોતે સ્વસ્ રહેવું પડશે. પોતાની બિમારી પ્રત્યે દુર્લક્ષ ન સેવવા તા ગંભીર રોગોની ઉચીત સારવાર યોગ્ય સમયે કરાવવા મંત્રીએ ઉપસ્તિ બહેનોને લાગણીસભર અનુરોધ કર્યો હતો, જેી પરિવારો તુટતા બચાાવી શકાય. બહેનોના કલ્યાણ માટે રાજ્ય સરકારે અમલમાં મુકેલી વિવિધ યોજનાઓના મંત્રી વિભાવરી બેને સવિસ્તર ઉલ્લેખ કર્યો હતો. અને ઉમેર્યું હતું કે, રાજ્યની ૩૦ લાખ મહિલાઓને પ્રસુતિ માટે ૧૦૮ની સેવા ઉપલબ્ધ થઈ છે.
“મિશન વિદ્યા અભિયાન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અપાતા શિક્ષણનું મંત્રી વિભાવરીબેને આદિત્ય પ્રામિક શાળા ખાતે અવલોકન કર્યું હતું, અને જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીએ કુલ ૩ શાળાઓની મુલાકાત લીધી હતી. મ્યુનિ. કમિ.બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં બહેનોને તેમના અંગત આરોગ્યની કાળજી લેવા અનુરોધ કર્યો હતો, અને આ રાજ્યવ્યાપી કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ બિહારી વાજપાયી ઓડિટોરિયમ ખાતે આયોજિત જાગૃતિ સેમિનાર તા બહેનોને વિના-મૂલ્યે સેનિટરી નેપકિન વિતરણ કાર્યક્રમનો આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્યી શુભારંભ યો હતો. મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, ભા.જ.પ. મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલિબેન રૂપાણી,પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા, “શુભ્રા પ્રિયંવદા ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતિ સ્મિતા મુર્મુ, અગ્રણી તબીબો ડો. બબીતા હપાણી તા ડો. નીલા રંગાણી, અગ્રણી મહિલાઓ શ્રીમતિ કાશ્મીરાબેન નવાણી, શ્રીમતિ નયનાબેન પેઢડિયા તા શ્રીમતિ વંદનાબેન ભારદ્વાજ, શ્રીમતિ પાની, શ્રીમતિ મહાપાત્ર, વિવિધ વોર્ડના કોર્પોરેટર્સ, શાળાની વિર્દ્યાીઓ, મહિલાઓ વગેરે ઉપસ્તિ રહયા હતા.
મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે જે સમાજમાં સ્વસ્થ હશે તે સમાજનો પરિવાર સ્વસ્ બનશે, ગુજરાતની અંદર સ્ત્રીઓના સશક્તિકરણ માટે ખૂબ પગલા લેવામાં આવે છે તે જ રીતે મ.ન.પા. દ્વારા રાજકોટની સ્કૂલમાં ભણતી દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવાનું ખુબ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. રૂરલ વિસ્તારમાં બહેનોને પીરીયડને લઈને ખુબ ઓછુ જ્ઞાન હોય છે અને વાત કરવામાં ખુબ સંકોચ અનુભવતી હોય છે ત્યારે આંગણવાડી બહેનો તા આશાવર્કરો બહેનો દ્વારા રૂરલ વિસ્તારમાં અમે પીરીયડ અને પેડને લઈને સંદેશે પહોંચાડીએ છીએ, ગામડાઓમાં પણ ‘મમતા દિવસ’ના દિવસે તેમના સ્વાસ્થ્ય માટે પણ સારવાર કરવામાં આવતી હોય સ્વાસ્થ્ય સહિત સરકાર મહિલા રક્ષણ માટે પણ ખૂબ કટીબધ્ધ છે.
ગુજરાત રાજયની પોલીસમાં પણ મોટી સંખ્યામાં બહેનોને રાખવામાં આવી છે. ત્યારે મહિલા બધાનું રક્ષણ કરે છે. રાજકોટી પ્રાઈવેટ શાળામાંી બાળકો ઉઠી સરકારી શાળા તરફ વળ્યા તે ખૂબ આનંદની વાત છે, આવતા દિવસોમાં ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળા બનાવામાં આવશે.
મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહિલાઓની સ્વાસ્ જાગૃતિ ખૂબ જરૂરી છે. ખાસ સેનેટરી પેડને લઈને મહિલાઓ ઓછી સજાગ હોય છે ત્યારે આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ ાય તે પ્રયાસ કરવામાં આવ્યા છે. કુલ ૨૦૦૦ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું છે.
શુભ પ્રિયંમવદા ફાઉન્ડેશનના સંચાલક સ્મિતાબેન મુર્મએ જણાવ્યું હતું કે, અમારી સંસ રલ અને રીમોટ વિસ્તારમાં મહિલાઓના સ્વાસ્ પર કામ કરે છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં અમે નિ:શુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ હજુ પણ મહિલાઓમાં પીરીયડ અને સેનેટરી પેડને લઈને ખૂબ ઓછું જ્ઞાન જોવા મળે છે. સો આ મુદ્દા પર વાત કરતા પણ તેઓ સંકોચ અનુભવતા હોય છે. ત્યારે બધી સંસઓ અને સરકાર દ્વારા જો એક જૂટ ઈને પગલા લેવામાં આવશે તો આ કાર્ય વધુ સારી રીતે થઈ શકશે. પરંતુ ફકત સંસ કે સરકાર દ્વારા આ કાર્ય સફળ નહીં થય. માતા-પિતા તા શિક્ષકો દ્વારા પણ દિકરીઓના સ્વાસ્થ્ય લગતા પ્રશ્ર્નોને લઈને મુક્ત મને વાત કરી શકાય તે ખૂબ જરૂરી છે.