રાજયના સીએમઓ દ્વારા કફર્યુની કરાઇ જાહેરાત: પોલીસ કમિશનર અગ્રવાલે જંગલેશ્ર્વરની અવર જવર પર રોક લગાવી
સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો હોવાથી ચેપ આગળ વધતો અટકાવવા લોક ડાઉનને લંબાવવામાં આવ્યો હોવા છતાં લોક ડાઉનમાં લોકો તંત્ર સહયોગ ન આપતા શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાના ૧૯ જેટલા પોઝિટીવ કેસ નોંધાતા સમગ્ર જંગલેશ્ર્વર વિસ્તાર માટે કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. જીવન જરૂરીયાતની ચિજ વસ્તુ મળી રહે તે માટે ચોકકસ સમયે મહિલાઓને છુટછાટ આપવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.
રાજયમાં સૌ પ્રથમ કોરોનાનો પોઝિટીવ કેસ જંગલેશ્ર્વરમાં નોંધાયા બાદ રાજકોટના કુલ ૨૯ કોરોના પોઝિટીવમાંથી ૧૯ જેટલા કોરોના પોઝિટીવ કેસ માત્ર જંગલેશ્ર્વરમાં નોંધાયા હોવાથી કોરોના વાયરસને સંક્રમણ થતો અટકાવવા માટે જંગલેશ્ર્વર વિસ્તારને કફર્યુ લાદવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતા રાજયના સીએમઓ અશ્ર્વિનીકુમાર દ્વારા આજે મધરાતથી જંગલેશ્ર્વર વિસ્તારને કફર્યુ લાદયાની મહત્વની જાહેરાત કરી છે.
જંગલેશ્ર્વરમાં કોરોનાના કેસ ઉતરોતર વધતા હોવાથી તાત્કાલિક કંટ્રોલ કરવા માટે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લા કલેકટર રૈમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રાજકોટ જિલ્લા પ્રભારી રાહુલ ગુપ્તા સાથે વીડિયો કોન્ફરન્સની મદદથી માહિતી મેળવ્યા બાદ મુખ્ય સચિવ અનિલ મુકીમ, રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંગ સાથે ચર્ચા વિચારણા કરી જંગલેશ્ર્વર વિસ્તારને કફર્યુ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ વધતા હોવાથી કેટલાક સ્થાનિક રહીશો જંગલેશ્ર્વર હિજરત કરી લોક ડાઉનનો ભંગ કરી છેક ધ્રાંગધ્રાં, જામનગર, જુનાગઢ અને શહેરના અન્ય વિસ્તારમાં જતા હોવાથી કોરોના વાયરસ વધુ પસરે તેમ હોવાથી જંગલેશ્ર્વર વિસ્તારને કફર્યુ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદ અને સુરત બાદ રાજકોટના હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્ર્વર વિસ્તારમાં કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. કફર્યુ લાગુ પાડવામાં આવતા સતાવાર મંજુરી વિના બહાર નીકળતી વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જંગલેશ્ર્વર વિસ્તારની પરિસ્થિતીને પહોચી વળવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા વધારાનો ફોર્સને કાર્યરત કરવામાં આવ્યો છે.
જંગલેશ્ર્વર વિસ્તારના રહીશોને આવશ્યક ચિજ વસ્તુનો પુરતો પુરવઠો મળી રહે તે માટે તંત્ર દ્વારા ગોઠવણ કરવામાં આવી છે. અને માત્ર મહિલાઓને અમુક સમય કફર્યુમાંથી મુક્તિ આપવામાં આવશે તેમ નિર્દેશ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ પાસેથી જંગ્લેશ્ર્વરની સ્થિતિ જાણી
મુખ્યમંત્રી વજય ભાઈ રૂપાણી એ રાજકોટ શહેર ના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસ ના સંક્રમણ ની સ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર પોલીસ કમિશનર તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારી રાહુલ ગુપ્તા સાથે મુખ્ય મંત્રી નિવાસ સ્થાને થી વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો .નનતેમણે આ વિસ્તારમાં રોગચાળો અટકાવવા ના પગલાંઓ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.આ વીડિયો કોન્ફરન્સ માં મુખ્ય સચિવ અનિલ મુકીમ પોલીસ મહા નિદેશક શિવાનંદ ઝા તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ પણ ગાંધીનગર મુખ્ય સચિવ ના કાર્યાલય થી જોડાયા હતા.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોનો આંકડો ૧૦૦૦ને પારરાજ્યભરમાં એપિસેન્ટર તરીકે જાહેર થયેલા અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાગ્રસ્ત ની સંખ્યા ૧૦૦૦ની પાર પહોંચ્યો છે. જેના કારણે દેશભરમાં ગુજરાત કોરોના પોઝિટિવ સંખ્યામાં ત્રીજા સ્થાન પર આવી ગયું છે. અમદાવાદ શહેરમાં વધુ ૪૫ પોઝિટિવ કેસ નોંધાતા કુલ ૫૯૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.અમદાવાદમાં ફરજ રૂકાવટતના આરોપીના સેમ્પલ મોકલતા તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષકના પુત્રને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે નર્મદા જિલ્લામાં પણ વધુ ૨ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૧૧ સુધી પહોંચ્યો છે. નર્મદા જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ૪ દર્દીઓ આરોગ્ય અધિકારી હોવાનું જાણવા મળી રહ્યું છે રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૨૪ જીલામાં કોરોનાએ પંજો ફેલાવ્યો છે. ગઈ કાલે અરવલ્લીમાં પણ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટુક સમયમાં જ તેનું મોત નિપજ્યું હતું. રાજ્યભરમાં ૨૪ જિલ્લાઓમાંથી કોરોનાએ ફૂલ ૩૭ સંક્રમિત દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે રાજ્યમાં ૭૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા તેમને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
હોટસ્પોટ જંગલેશ્ર્વરમાં કોરોના વિસ્ફોટ : વધુ બે પોઝિટિવ સાથે કુલ ૨૯ કોરોનાગ્રસ્ત
શહેરમાં હોટસ્પોટ તરીકે જાહેર થયેલા કોરોના વિસ્તકરમાં વાયરસનો વિસ્ફોટ થયો હોય તેમ જંગલેશ્વર વિસ્તારમાંથી આજ રોજ વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ વિસ્તારના ૧૯ કોરોનાગ્રસ્ત સહિત શહેરમાં ૨૯ પોઝિટિવ નોંધાયા છે. સૌપ્રથમ પોઝિટિવ કેસ જંગલેશ્વરમાં નોંધાયા બાદ તેની ચેઇન વધતા આજરોજ આંકડો ૧૯ સુધી પહોંચ્યો છે. જ્યારે આજરોજ જંગલેશ્વર વિસ્તારની બાજુમાં આવેલા કોઠારીયા રોડ પરના ૪૭ વર્ષના આધેડને પણ કોરોના પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં ચિંતાનો માહોલ છવાઈ રહ્યો છે.
ગઈ કાલે જંગલેશ્વર વિસ્તારમાં ચાર પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજ રોજ બાજુના વિસ્તારમાં પણ પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી જવા પામી છે.રાજકોટમાં આરોગ્યતંત્ર દ્વારા હોટસ્પોટ વિસ્તારના વધુને વધુ સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી ચકાસણી કરવામાં આવી રહી છે.