હાલમાં મોંઘી મનાતી આ સારવારથી મહિલાઓ ‘મેનોપોઝ’ના કારણે આવતી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકશે
તાજેતરમાં મેડિકલ સાયન્સમા એક વધુ ચમત્કારીક સંશોધન કરવામાં આવ્યું છે. આ નવા સંશોધનથી મેનોપોઝ દરમિયાન મહિલાઓને થનારી અનેક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. આઈવીએફનો વિકાસ કરનાર વૈજ્ઞાનિકોને હવે એક નવી મેડિકલ ટેકનીક લોન્ચ કરી છે.જેની મદદથી મહિલાઓ મેનોપોઝ ને ૧ કે ૨ વર્ષ નહી પરંતુ પૂરા ૨૦ વર્ષ સુધી દૂર રાખી શકશે.સંશોધનકાર ડોકટરોનો દાવો છે કે આ સાવ નજીવા ઓપરેશનથી એ મહિલાઓને ફાયદો થશે જેને મેનોપોઝના કારણે ગંભીર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉભી થાય છે. જેમાં હૃદયને તથા હાડકાને લગતી સમસ્યાઓ મહત્વની છે.
સંશોધનકારોના દાવા મુજબ આ પ્રક્રિયાથી મેનોપોઝને આગળ વધારીને મહિલાઓમા મેનોપોઝ સમયે થતી સમસ્યાઓ જેમાં ગરમી પકડી જવી યાદશકિત કમજોર થવી ચિંતા અને સેકસમાં અરૂચી કમી જેવી સમસ્યાઓથી બચી શકે છે. મેનોપોઝ આગળની વય મર્યાદા વધી જવાથી આ સમસ્યાઓથી મહિલાઓને કેટલાક વર્ષ છૂટકારો મળી જશે.ઉલ્લેખનીય છે કે મેનોપોઝને દૂર રાખવાની આ નવી પ્રક્રિયા ખૂબજ મોંઘી છે. હાલમાં ૭ હજાર પાંઉડ થી ૧૧ હજાર પાઉન્ડ એટલે કે ૬થી ૧૦ લાખ રૂપીયાની વચ્ચે ખર્ચ થાય છે. આ પ્રક્રિયા ૪૦ વર્ષ સુધીની મહિલાઓ પર કરવામાં આવી છે. આ ઓપરેશનની સુવિધા પ્રોફેમ નામની કંપનીમાં ઉપલબ્ધ છે. જેને દુનિયાના ૪ સૌથી વધુ ફેમસ એકસપર્ટસે મળીને તૈયાર કર્યું છે. અને જેમાં આઈવીએફ ટ્રીટમેન્ટ વિકસીત કરનાર ડોકટર સાઈમન ફિશેલનું નામ સામેલ છે.
અત્યાર સુધીના ૯ મહિલાઓએ આ ઓપરેશન કરાવ્યું છે. જેના દ્વારા તેમણે તેમના શરીરનાં બાયોલોજીકલ ફેરફારોને ૨૦ વર્ષ સુધી આગળ વધારી દીધું છે. ૩૦ મીનીટના આ ઓપરેશનમાં ઓવરીના એક ટીશ્યું ને હટાવી દેવાય છે. ત્યારે તેને કાપી ફ્રીજ કરી પ્રિજર્વ રખાય છે. જયારે તે મહિલા મેનોપોઝનાએન્ટર કરે છે. ત્યારે તેને ફ્રોજન ટીશ્યુને બહાર કાઢી શરીરમાં પાછુ લગાવી દેવાય છે. આવુ કરવાથી મહિલાનો મેનોપોઝ આગળ વધી જાય છે. અને મહિલાઓનાં ઓછા થતા એસ્ટ્રોજન હોર્મોન પણ પાછા આવી જાય છે.