ઔદ્યોગિક ક્ષેત્રે આગળ આવવા ઇચ્છતી મહિલાઓ માટે ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા રૂ. 2 લાખ સુધીની સબસિડાઇઝડ લોન મળવાપાત્ર છે, જે મેળવવા માટે મહિલાઓને અનુરોધ કરવામાં આવે છે.
પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ માટે જરૂરિયાત મુજબની સહાય પુરી પાડવા માટે મહિાલ સ્વાવલંબન યોજના અન્વયે એન્જીનીયરીંગ, કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન, ટેકસટાઇલ, પેપર પ્રિન્ટીંગ, સ્ટેશનરી, પ્લાસ્ટિક, ખેતપેદાશ આધારિત ઉદ્યોગ, ગૃહ અને હસ્તકલા, ડેરી, ગ્લાસ અને સીરામિક, ચર્મ, ઇલેકટ્રિક વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં મહિલાઓને પગભર કરવા માટે મહત્તમ રૂ. 2 લાખ સુધીની લોન ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવે છે. કાચો માલ, ફર્નિચર અને મશીનરીની ખરીદી માટે તથા અન્ય 307 વ્યવસાયો માટે પણ આ લોન આપવામાં આવે છે.
ગુજરાત રાજય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને બે લાખની સબસિડાઈઝડ લોન મળશે
18 થી 50 વર્ષની વયની ગ્રામ્ય વિસ્તરમાં 1,20,000 રૂ.ની અને શહેરી વિસ્તરમાં 1,50,000ની આવક મર્યાદા ધરાવતી બહેનોને આ યોજનાનો લાભ મળી શકે છે. પ્રોજેકટ કોર્સના 15 ટકા પ્રમાણે વધુમાં વધુ રૂ. 30 હજારની સબસિડી આ યોજના અન્વયે આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માગતી બહેનોએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-3, ત્રીજો માળ, બ્લોક નં-1, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ફોન નં-0218-2448592નો જરૂરી આધાર પુરાવા સાથે સંપર્ક કરવા કચેરીની યાદીમાં જણાવાયું છે.