- મુખ્ય ચોકમાં આવેલ મહિલા શૌચાલયની હાલત ખરાબ
- મહિલાઓને મુખ્ય સુવિધાઓ અંગે બેદરકારી જોવા મળી હોવાના આક્ષેપો
- સારી સુવિધા સાથે શૌચાલય બનાવવામાં આવે તેવી લોકો માંગ
દેશમાં મહિલાઓની સુરક્ષા અને સગવડતા માટે વાતો થઈ રહી છે પરંતુ મોરબી મનપા તંત્રની મહિલાઓને મળવાપાત્ર મુખ્ય સુવિધાઓ અંગે બેદરકારી જોવા મળી હોવાનું સામે આવ્યું હતું. જેમાં મોરબીના મુખ્ય ચોકમાં આવેલ મહિલા શૌચાલયની હાલત ખૂબ ખરાબ હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ લેડીઝ શૌચાલયમાં અસહ્ય ગંદકી, લાઇટની અસુવિધા સહિતની તકલીફોને પગલે આ શૌચાલય બિનઉપયોગી બની ગયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ શૌચાલય મોટું અને સારી સુવિધા સાથે બનાવવામાં આવે તેવી લોકો માંગ કરવામાં આવી હતી.
મહિલાઓ ની સુરક્ષા,મહિલાઓને સગવડતા માટે તો ખૂબ વાતો થઈ રહી છે પરંતુ મોરબી મનપા તંત્ર ની મહિલાઓને મળવાપાત્ર મુખ્ય સુવિધાઓ અંગે બેદરકારી જોવા મળી રહી છે જેમાં મોરબીના મુખ્ય ચોકમાં આવેલ મહિલા શૌચાલય ની ખૂબ ભંગાર હાલત જોવા મળી રહી છે અને આ શૌચાલય બિનઉપયોગી બની રહ્યું છે જેને લઈને અહીં ખરીદી માટે આવતી અસંખ્ય મહિલાઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તો કોઈ દુકાનદાર ને વિનંતી કરી ને તેમના શૌચાલયમાં જવા ફરજ પડી રહી છે.
મોરબીના નહેરુગેટ ચોક માં લેડિઝ ટોયલેટ બનાવવાની રજૂઆત વર્ષ 2022 માં CMO માં કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી દ્વારા અહીં શૌચાલય બનાવવા અને તત્કાલિક રિપોર્ટ મોકલવા માટે લગત વિભાગને સૂચના આપવામાં આવી હતી અને સીએમ ઓફિસનો આદેશ હોય તો સૌચાલય તો બન્યું પરંતુ આ લેડીઝ શૌચાલય જાણે બનાવવા ખાતર બનાવી દીધું હોય તેમ બાદમાં કોઈ જાળવણી કરવામાં આવી જ નહીં.લેડીઝ સૌચાલયમાં અસહ્ય ગંદકી,અવ્યવસ્થા લાઇટ ની અસુવિધા સહિતની તકલીફોને પગલે આ શૌચાલય બિનઉપયોગી બની ગયું છે અને અહીં ખરીદી માટે આવતી હજારો મહિલાઓને ખૂબ જ સંકોચ સાથે ખુલ્લામાં અથવા તો કોઈ દુકાનદાર ને વિનંતી કરી ને તેમના શૌચાલયમાં જવા મજબૂર બન્યા છે અને મનપા તંત્ર દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર ની હાજરીમાં આ નહેરુગેટ ચોકમાં થોડા દિવસો પહેલા જ સ્વછતા ઝુંબેશ અને દબાણ હટાવો ઝુંબેશ યોજી હતી પરંતુ કમનસીબે આ લેડીઝ શૌચાલય મ્યુનિસિપલ કમિશ્નર અને અન્ય અધિકારીઓના ધ્યાને આવ્યું નથી!ત્યારે હવે આ શૌચાલય મોટું અને સારી સુવિધા સાથે બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અહેવાલ: ઋષિ મહેતા