‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાનના ઈન્ચાર્જ ત‚ણજી ચુગ, પ્રદેશ ઈન્ચાર્જ કૌશલ્યાબા પરમાર અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જસુમતિબેન કોરાટે ‘અબતક’ની ખાસ મુલાકાતમાં અભિયાન વિશે ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન શ‚ કરવામાં આવ્યું હતું. જેના આજે સારા પરિણામો મળ્યા છે. પુ‚ષો સામે મહિલાઓનું પ્રમાણ પણ વધ્યું છે. ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંગે વધુ માહિતી આપવા અભિયાન ઈન્ચાર્જ તેમજ ભાજપના રાષ્ટ્રીય મંત્રી ત‚ણજી ચુગ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જસુમતીબેન કોરાટ, પ્રદેશ ઈન્ચાર્જ બેટી બચાવો, બેટી પઢાઓ કૌશલ્યાબા પરમાર, શંભુભાઈવાટલીયા અને અ‚ણ નિર્મળે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભાજપના રાષ્ટ્રીય મંત્રી તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના ઈન્ચાર્જ ત‚ણજી ચુગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી, બચાવો, બેટી પઢાઓ અભિયાન શ‚ કર્યું છે. પહેલા એક હજાર પુ‚ષે ૮૮૧ મહિલાનું પ્રમાણ હતું. અભિયાન શ‚ કરાયા બાદ હાલ આ પ્રમાણ ૯૧૧ પહોંચ્યું છે. જે ભગવાનની પૂજા કરીએ છીએ તે ભગવાનના મંત્રી મંડળમાં તમામ સ્ત્રીઓ જ છે. ફાઈનાન્સ વિભાગ લક્ષ્મીદેવી, અન્ન વિભાગ અન્નપૂર્ણા દેવી, એજયુકેશન વિભાગ સરસ્વતી દેવી સંભાળે છે જે સ્ત્રીઓનું મહત્વ દર્શાવે છે. અમારા અભિયાનનો લક્ષ્યાંક એક હજાર પુ‚ષે એક હજાર મહિલાનું પ્રમાણ કરવાનો છે.
અભિયાન અંતર્ગત અમે ૮૦૦ કોલેજોમાં કાર્યક્રમ કરીશું. આ ઉપરાંત અમે અનેક જગ્યાઓએ કાર્યક્રમ યોજીને લોકોને દિકરા-દિકરીમાં ભેદભાવ ન કરવાનો સંદેશો પહોંચાડશું. અગાઉ મહિલાનું પ્રમાણ ઓછું હતું. ભગવાને દિકરીઓ ઓછી નથી મોકલી. લોકોએ ભેદભાવના લીધે તેને મારી નાખી હતી.
કૌશલ્યા કુંવરબા પરમારે જણાવ્યું હતું કે, આપણા પૂર્વ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી જ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન શ‚ કર્યું હતું તે વખતે જાતિ પ્રમાણ હતું તેમાં વધારો નોંધાયો છે. રાજકોટમાં ૨૦૧૩માં ૧ હજાર પુ‚ષ સામે ૮૮૧ સ્ત્રીઓ હતી જે હાલ વધીને ૯૧૧એ પહોંચી છે. આ પરિણામ ‘બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને લીધે મળ્યું છે. આ પરિણામ બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમજ અભિયાનમાં સહયોગ આપનાર સંસ્થાઓ, એનજીઓને અભિનંદન પાઠવું છું. દેશની દિકરીઓ વધશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. બેટી બચાવો બેટી પઢાવોની રાજયકક્ષાથી લઈને તાલુકા કક્ષા સુધીની ટીમની રચના કરીને દિકરીઓને બચાવવાનાં અમારા પ્રયાસો હજુ ચાલુ જ છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જયારથી શાસનમાં આવી છે ત્યારથી મહિલાને સન્માન મળ્યું છે. ગુજરાતમાં મોડી રાત્રે પણ સ્ત્રીઓ રસ્તા પર એકલી જઈ શકે છે. કયારેક જો મહિલા સાથે અનિચ્છનીય બનાવ બને છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તેની સાથે રહીને તેને ન્યાય અપાવવાનો સહયોગ આપે છે. અમુક કિસ્સાઓમાં ભોગ બનેલી મહિલા પોતાને પરિવારનો બોજ ગણવા લાગે છે ત્યારે અમે તેને અનુકુળ વાતાવરણ પુરું પાડીને સહયોગ આપવાનો પ્રયાસ કરીએ છીએ.
ઘણા સમાજ એવા પણ છે કે જેઓ મહિલાઓને બહાર કાઢવા ઈચ્છતા નથી. પુરતી સ્વતંત્રતા આપતા નથી. અમારા પ્રયાસ એવા છે કે કાર્યનિષ્ઠ મહિલાઓ રાજનીતિમાં આવે. મહિલાઓને રાજનીતિમાં લાવવાનું કારણ એ છે કે ભારતમાં આશરે ૫૦ ટકા વસ્તી મહિલાઓની છે. તેથી રાજનીતિમાં પણ જો ૫૦ ટકા મહિલાઓ હોય તો તેઓ અન્ય મહિલાઓની પરિસ્થિતિ સમજી શકશે. રાજનીતિમાં પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકાનું પ્રાધાન્ય અપાયું છે. ત્યારે જે મહિલા ન હતી તે આજે ચુલાથી ચોરા સુધી પહોંચી છે. માત્ર ચોરા સુધી નહીં છેક દિલ્લી સુધી જતી થઈ છે.
‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાન માત્ર મહિલાઓ દ્વારા સફળ નિવડશે નહીં. જેના માટે પુરુષોનો સહયોગ પણ અનિવાર્ય છે. મહિલાઓને નોકરી માટે ૩૩ ટકા અનામત રાખવાના ભારતીય પાર્ટીના નિર્ણયથી મહિલાઓ પોલીસની નોકરી કરી રહી છે અને અન્યનું રક્ષણ કરી રહી છે. મહિલા પોલીસના લીધે ભોગ બનેલી મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચતી થઈ છે. આ ઉપરાંત માધ્યમિક શાળાથી માંડી કોલેજ સુધીની દિકરીઓ સંરક્ષણની તાલીમ લેતી થઈ છે.
જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, હું ૧૯૮૧માં તાલુકા પંચાયતની સભ્ય રહી ચુકી છું મારા પતિનું નિધન થયા બાદ હું રાજકારણમાં આવી હતી. તે સમયે મારા બાળકો નાના હતા, પરિવારમાંથી કોઈ રાજકારણમાં ન હતું તેમ છતાં હું રાજકારણમાં આગળ વધી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે હું મંત્રી બની હતી મને મહિલા અને બાળ કલ્યાણનો હવાલો આપવામાં આવ્યો હતો ત્યારે બેટી બચાવો, બેટી પઢાઓ માટે માતૃવંદના અભિયાન ચલાવાયું હતું. તે સમયે મહેસાણામાં એક હજાર પુરુષ સામે ૭૨૩ મહિલાઓ હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીને સંવેદના જાગી અને તેઓએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અભિયાન શ‚ કર્યું હતું. આજે આ અભિયાન બદલ ગુજરાતમાં પરિસ્થિતિ ખુબ સુધરી છે. વધુમાં જસુમતીબેન કોરાટે જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે, દિકરીને જન્મવા દયો, દિકરી પણ કુળનો દિવો જ છે.