આજે આંતરરાષ્ટ્રીય મહિલાદિન છે સરકાર, નેતા અને વિવિધ સંસ્થાઓ મહિલાઓનાં વિકાસ, નારી સશકિતકરણની ડંફાશો મારશે. પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ૨૧મી સદીમાંપણ આજે નારી સંપૂર્ણ પણે નર સમોવડીબની શકી નથી. આજે પણ મહિલા ‘દીન’છે. પેટનો ખાડો પૂરવા માટે નારી શકિતએ કાળીમ જૂરી કરવી પડે છે. ઉપરોકત તસવીર આજે મહિલા દિને ઘણુ બધુ કહી જાય છે. તસવીરમાં દેખાતી મહિલા ભલે બે પૈસા રમવા માટે ઢોલ પીટતી હોય પરંતુ આ ઢોલનો અવાજ સરકારના કાન સુધી પહોચાડવાનો પ્રયાસ છે. પૂરૂષ પ્રધાન દેશમાં નારી પાસે અપેક્ષા અઢળક રખાય છે. પરંતુ માન સન્માન આપવામાં ખૂબજ કરકસર રાખવામાં આવે છે. ૮મી માર્ચે એટલે મહિલા દિને એક દિવસ નારીના ઉત્થાનની વાતો જોર શોરથી કરવામા આવે છે. અને પછી ફરી અત્યાચાર, મ્હેણા ટોણાનો અધ્યાય શ‚ થઈ જાય છે. મહિલાઓમાં માનસિક રીતે હિમાલયથી પણ વધુ મજબુત છે. પણ સમાજની માનસિકતા જ ચાઈનીઝ માલ જેવી તકલાદી થઈ ગઈ છે.
મહિલા આજે પણ ‘દીન’
Previous Articleમહિલા દિવસ નિમિતે ‘અબતક’ ચાય પે ચર્ચામાં સ્ત્રીશકિતના ઉત્કૃષ્ઠ ઉદાહરણ સાથે ખાસ વાતચીત
Next Article કિડની વિશે જાગૃતિની ખૂબ જ જરૂર છે: ડો. સંજય પંડયા