દિવસ આખો મીઠા નું કામ સાજે પાણી માટે રઝળપાટ
હળવદના વોર્ડ નંબર સાતમાં આવતાં GIDC.વિસ્તારમા છેલ્લા 20 વર્ષથી પાણીની વિકટ સમસ્યા વચ્ચે 250 જેટલા મીઠાના શ્રમિક પરીવારો જીવવા મજબુર બન્યા છે પાણી આપોના આંતરનાદ સાથે GIDC વિસ્તારની મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યોછે.
અનેક રજુઆત કરવા છતાં સતામાં કોઈ પાણીયારા નેતા હજુ સુધી પાણી આપી નથી સક્યા જો પાણી નહી આપવામા આવે તો ચુટણી સમયે મતદાન કરવાનો બહિષ્કાર કરવાનુ મહિલાઓએ આક્રોશ સાથે જણાવી રહિ છે. આમેય અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે આ પાણી માટે લાચાર મહિલાઓ બીજી ચીમકી પણ શું ઉચ્ચારી શકે..?
હળવદ પાલિકાની અણ આવડતથી પાણી વિતરણમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને તાલુકામા રણકાંઠાના ગામો સહિત શહેરી વિસ્તાર વોર્ડ નંબર 7માં પાણી વિતરણમાં વધુ પડતા ધાંધીયા જોવા મળી રહ્યાછે. મીઠામા કામ કરતા શ્રમિકો કે જે રોજનુ લાવી રોજનું ખાવા વાળા પરીવારોને 400 રૂપીયા આપીને પાણીનું ટેન્કર મંગાવુ પડે છે અને આ સમસ્યા એક કે બે મહિનાથી નથી પરંતુ છેલ્લા વિસ વર્ષથી ચાલી આવે છે.
પાણી વિના ઉનાળો કેમ નિકળશે.?
પાણી વિના ટળવળી રહેલી મહિલાઓ જણાવે છે કે જ્યારે ચુંટણી આવે ત્યારે બંન્ને પક્ષના નેતાઓ આ વિસ્તારમાં લોકોને પાણી આપવાની લાલચે મતો લઇ જાય છે અને તે સમયે અમને આ નેતાઓ ઉપર વિશ્વાસ પણ આવે છે કે હવે અમારી વર્ષો જુની પાણી ની સમસ્યા હલ થશે.
પરંતુ પાણી આપવમા નેતાઓ નપાણીયા સાબીત થયા છે પાણી માટે જો રૂપિયા ન હોય તો પાણી નું ટેન્કર ન આવે પરિણામે મહિલાઓને ધંધો છોડી એક બેડું પાણી માટે એક ત્રણ ચાર કિ.મી દુર ચાલીને જવુ પડે છે સત્તાધીસો માત્ર મત માટે જ આ વિસ્તારમાં ડોકાતા હોવાથી મહિલાઓ રોસે ભરાઇ છે.
ધોમધખતા તાપમા પાણીના ટીપા માટે રઝળપાટ કરતી GIDC વિસ્તારની મહિલાઓ હવે થાકી છે પ્રાથમિક જરુયાત પાણી અને એ પણ ન મળતા ભગવાન ભરોસે 250 જેટલા પરીવારોના વહારે કોન આવસે?? નેતાઓ માત્ર મત માટે જ ઉપયોગ કરતા આ પરીવારોની માંગ સંતોષસે?? જેવા અનેક પ્રશ્ર્નો વચ્ચે હાલતો મહિલાઓ પાણી માટે રાહ જોઇને બેઠી છે.