પૂનામાં યોજાયેલી દેશભરનાં પોલીસ મહાનિર્દેશકોની કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ પોલીસ તંત્રને સુદ્દઢ અને આધુનિક બનાવવા પર ભાર મૂકયો
આઈ હેલ્થયુ ‘ના’ સૂત્ર સાથે કાર્યરત દેશના પોલીસ દળને મહિલાઓને સુરક્ષીત અને સલામત રાખવા માટેની અનુભૂતિ કરાવાનો સમાજના સાચા રક્ષકની ભૂમિકા ભજવવાની જરૂરીયાત હોવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ કે અખીલ ભારતીય પોલીસ મહાનિર્દેશક કોન્ફરન્સ પૂના ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું હતુ કે દેશમાં મહિલાઓ અને બાળકો સ્વયંમ સુરક્ષાની અનૂભૂતિ કરે તેવી છબી પોલીસે ઉપસાવવી જોઈએ.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે પોલીસને પ્રજાનો ખરો મિત્ર બની સમાજમાં સુરક્ષાના આત્મવિશ્ર્વાસ જગાવવાની જરૂરી છે. ઉત્તર પ્રદેશની મહિલા અત્યાચારની ઘટના અને હૈદરાબાદની મહિલા તબીબ પર સામૂહિક દુષ્કર્મ અને સળગાવી ને મોતને ઘાટ ઉતારી દેનારા ચારેય અપરાધીઓ પોલીસ એન્કાઉન્ટરની ઘટના બાદ દેશમાં મહિલાઓને સલામતીનો અનૂભવ કરાવવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ રાજયનાં પોલિસ મહાનિર્દેશકોનાં સેમીનારમાં સંબોધન કરીને જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ની સમાપ્તી અને અયોધ્યા ચૂકાદા જેવી ઐતિહાસીક ઘટનાઓ વખતે દેશમાં એકપણ અનિચ્છનીય બનાવ ન બનવાની સ્થિતિ અંગે તેમણે પોલિસ અને સુરક્ષાદળોને અભિનંદન પાઠવ્યા હતા.અગાઉ આ કાર્યક્રમના ઉદઘાટનમાં ગૃહમંત્રી અમિતશાહે દેશના લોકતંત્રને વધુ સુદ્દઢ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ અસરકારક બનાવા આઈપીસી અને સીઆરમાં જરૂરી સુધારા કરવાની વૈચારીક કુંભ તરીકે યોજાયેલા સેમીનારમાં જાહેરાત કરી હતી આ વર્ષે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અગિયાર ક્ષેત્રમાં અસરકારક કામગીરી કરી હોવાનું જણાવી આતંકવાદ નકસલવાદ, દરીયાઈ સુરક્ષા, સાથે બરગુના, નારકો આતંકવાદ સીમા સુરક્ષા ફોરેન્સીક વિજ્ઞાન જેવા વિવિધ મુદા પર સરકારે ખૂબજ સારી રીતે કામગીરી હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોલીસ મહાનિર્દેશકોનાત્રણ દિવસના સેમિનારમાં દરરોજની ચર્ચાઓ અને રોડમેપ તૈયાર કરવાની કાર્ય યોજનાની સરાહના કરી હતી દેશમાં પોલિસતંત્રની નવી વ્યવસ્થા અને કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા માટેની તૈયારીની હિમાયત કરી હતી દેશના તમામ રાજયોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ તંત્ર વચ્ચે સંકલનની સાથે દેશના પોલિસતંત્રને આધુનિક ટેકનોલોજી અસરકારક હથીયાર અને તમામ સુવિધાઓ પુરી પાડીને પોલિસને ખરા અર્થમાં પ્રજાના મિત્ર બનાવવામાં કોઈ કચાશ ન રહે તેવી વડાપ્રધાન મોદીએ હિમાયત કરી હતી.