પોલીસ હપ્તારાજ બંધ કરે જો તેમને પૈસાજોઈતા હોય તો અમે આપીશું પણ હવે દારૂડિયા અને બુટલેગરોનો ત્રાસ દૂર કરો : મહિલાઓનો આક્રોશ ચરમસીમાએ
હળવદમાં પોલીસની હપ્તાખોરીના કારણે બુટલેગરો એટલી હદે ફાટીને ધુમાડે ગયા છે કે ખુલ્લેઆમ ચાલતા દેશીદરૂના અડ્ડામાં દારૂડિયા અને બુટલેગરોના ત્રાસથી મહિલાઓ એટલી હદે ત્રાસી ગઈ છે કે ,મહિલાઓને દેશી દારૂની બદીને દૂર કરવા રીતસર જંગે ચઢવું પડ્યું છે.
મહિલાઓએ આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો હતો કે ,પોલીસને હપ્તાખોરીનૂ દુષણનું ગ્રહણ લાગ્યું છે તેથી પોલીસ પોતાની ફરજ નિષ્ઠા ભૂલી ગઈ છે જેમ બુટલેગરો પાસેથી હપ્તા મળે છે તે રીતે અમે મહિલાઓ ફાળો ઉઘરાવીને પોલીસને આપીશું.પણ હવે પોલીસ આ દારૂની બદીને કડક હાથે ડામે તે જરૂરી છે.
હળવદમાં પોલીસની હપ્તાખોરીના કારણે દારૂબંધી ખરેખર હાસ્યસ્પદ બની ગઈ છે.માત્ર દારૂબંધી કહેવા પૂરતી રહી છે.હળવદમાં દારૂબંધીનું ક્યાંય અસ્તિત્વ જ નથી.ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ધમધમે છે.બુટલેગરો મનફાવે તે રીતે છડેચોક દેશીદરૂનું વેચાણ કરે છે.આ બધું પોલીસની જાણ બહાર હોઈ જ ન શકે.પોલીસની રહેમ નજર હોય તો દેશીદારૂનો ખુલ્લેઆમ વેપલો થઈ શકે એ વાત નરી સત્ય છે.
એમા કોઈ શંકાને સ્થાન નથી.પોલીસ માત્ર કેસ દેખડવા માટે દરરોજ એકલ દોકલ પીધેલીયા સામે કેસ કરે છે.બાકી તો હળવદમાં ઠેરઠેર દેશીદારૂનું વેચાણ થાય છે તેને કડક હાથે નાબૂદ કરતા પોલીસના ગરમ થયેલા ખિસ્સા રોકે છે.જેના કારણે હળવદના ઘણા વિસ્તારમાં દેશીદારૂની બદી ફૂલીફાલી છે.
હળવદના ક્રિષ્ના પાર્ક સોસાયટીની સામે તો ખુલ્લેઆમ દેશીદરૂના ધમધમે છે .બુટલેગરો છડેચોક દારૂ વેચે છે.જેના કારણે દારૂડિયાઓની મહેફિલો જામે છે.દારૂ પીને ઘણી વખતતો આ સિસાયટીમાં દારૂડિયાઓ હંગામો મચાવે છે.જેના કારણે મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી.રોજેરોજની દારૂડિયાની હરકતોને કારણે મહિલાઓની ધીરજ હવે ખૂટી ગઈ છે.આજે મહિલાઓએ મીડિયા સમક્ષ આવીને દારૂની બદીને દૂર કરવા જંગે ચઢી હતી.મહિલાઓએ જણાવ્યું હતું કે ,પોલીસ બુટલેગરો પાસે હપ્તા ઉઘરાવે છે તે રીતે તેને હપ્તા પેટે આપવા અમે ફાળો ઉઘરાવીને પોલીસને પૈસા આપવા તૈયાર છીએ બસ હવે બહુ થયું પોલીસ દારૂની બદીને કડક હાથે ડામી દે તો જ અમને શાંતિ થશે.મહિલાઓની આ વાતથી પોલીસને શરમ થશે કે કેમ ??? તે જોવાનું રહ્યું