પ્રમુખ કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર હાજર ન હોવાથી વિફરેલા ટોળાએ હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી
મોરબી નગરપાલિકા કચેરીએ બપોરે કુબેરનગર વિસ્તારની મહિલાઓએ રસ્તો બનાવવાને ગટર પ્રશ્ર્ને હલ્લાબોલ મચાવી પાલિકા કચેરી કોઈ હોદેદારોએ હાજર હોવાથી રોષે ભરાયેલા મહિલાઓના ટોળાએ પાલિકા કચેરીએ પ્રમુખની બંધ ચેમ્બર પાસે ધામા નાખી ચેમ્બરમાં કાચમાં ચંપલવાળી કરતા વાતાવરણ તંગ બની પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર ૧, ૨, ૩ નો મેઈન રોડથી પાછળના રોડ બનાવવા તેમજ કાયમી મોટી નવી ગટર બનાવી નવલખી રોડ પર પસાર થતા વોકળામાં જોઈન્ટ કરી દેવા અવાર-નવાર રજુઆત કરવા છતા પાલિકામાં કોઈ ધ્યાન અપાયું નથી. કુબેરનગરમાં મેઈન રોડ સહિત તમામ રોડમાં સીસીરોડ બની ગયા છે. આ પાછળના એક જ રોડનું કામ બાકી રહેતા બપોરે કુબેરનગર ૧,૨,૩ની મહિલાઓને પુરુષોનું ટોળુ પાલિકા કચેરીએ ઘસી આવ્યું હતું.
જેમાં પાલિકા કચેરી પાલિકાના મહિલા પ્રમુખ નયનાબેન રાજયગુરુ કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર કોઈ હાજર ન હોવાથી રોષે ભરાયેલી મહિલાના ટોળાએ પાલિકા પ્રમુખની બંધ ચેમ્બર પાસે ધામા નાખી કાચમાં ચંપલવાળી કરતા પાલિકા સ્ટાફે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
બાદ પાલિકાના તે વિસ્તારમાં જયદીપસિંહ રાઠોડ આવી પાલિકામાં રોડ અંગે વિગત મેળવી તેના વિસ્તારના લોકોને જણાવ્યું કુબેરનગરનો પાછળનો રોડ ટેન્ડર તાજેતરમાં ખોલવાનું છે રસ્તાનું કામ પણ હાથ ધરાશે. ગટર બનાવવા માટે કામગીરી વહેલીતકે કરાશે. ત્યારે લોકોનો રોષ શાંત પડયો હતો.