પ્રોપટી માટે ચારેય કાદવ-કીચડ વચ્ચે પણ તેમની વચ્ચે મારપીટ ચાલુ જ રહી હતી અને એકબીજાના વાળ પકડીને લડતી હતી. ત્યારે લડતા લડતા વચ્ચે આવેલી ગટરમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી અને ઝઘડો શાંત પાડ્યો હતો અને બંને પક્ષને પોલીસ મથકે લઇ ગયા હતા.
अजमेर के करोड़पति घर की देवरानी-जेठानी में हुआ विवाद, लड़ते लड़ते नाले में गिरी pic.twitter.com/XQbT1XKrs0
— The Fact Factory. (@FactTheFactory) June 17, 2022
બંને પક્ષ વચ્ચે આ ઝઘડો નાયરા પેટ્રોલ પંપ પર પ્રોપટીના વિવાદને લઈને હતો. આ ઝઘડામાં બંને પક્ષની મહિલાઓ આમને સામને આવી ગઈ હતી અને મારામારી કરવાનું શરુ કરી દીધું હતું અને ત્યાં પેટ્રોલ પંપની બહારથી પસાર થતી ગટરમાં પડી ગઈ હતી. દુર્ગંધ અને ગંદા નાળામાં પણ બંને એકબીજાના વાળ પકડીને પણ આ ઝઘડો ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન એક બાજુથી એક યુવકે ગટરમાં છલાંગ લગાવીને એક મહિલા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. શહેર પોલીસ પહોચી ગઈ હતી અને બન્ને પક્ષોને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
પોલીસે વધુ તપાસ હાથ ધરતા નાયરા પેટ્રોલ પંપના માલિક નરેન્દ્રકુમાર આર્ય અને તેના પરિવારની વિધવા સંગીતા કુમાવત વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલે છે.