રાજકોટ નારી સંરક્ષણ ગૃહ બહેનો રચનાત્મક પ્રવૃત્તિ કરી સમાજમાં પુન: સપ્ન થાય તે માટે કાર્યરત: સીસીટીવી કેમેરા, મનોરંજન માટે ટીવી, મ્યુઝીક સિસ્ટમ, વોશીંગ મશીન જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૦૧૬થી રાજકોટ શહેરમાં નારી સંરક્ષણ ગૃહની સ્થાપના કરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ફક્ત ચાર નારી સંરક્ષણ ગૃહની સપના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ફક્ત ચાર નારી સંરક્ષણ ગૃહની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ડો.જનકસિંહ ગોહિલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ નારી સંરક્ષણ કેન્દ્રની લાંબા સમય સુધી આ કેન્દ્રમાં આશ્રય આપવામાં આવે છે. જેમાં સમાજમાં રહેતી દુ:ખી, પીડિતા વિધવા, ઘરેલું હિંસાનો ભોગ બનેલ સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. આ સુરક્ષીત આશ્રર્ય સનમાં બહેનોનું આત્મસમાન જળવાય રહે, રચનાત્મક પ્રવૃતિઓ તરફ વળે અને એમનું સમાજની અંદર સારી રીતે પુન: સપન થઈ શકે તે માટે નારી સંરક્ષણ કેન્દ્રના કાર્યક્રમો થતા હોય છે.
રાજ્ય સરકારના આદેશથી ૨૦૧૭થી નારી સંરક્ષણ ગૃહને આધૂનિક બનાવામાં આવ્યું છે. જેમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને સીસીટીવી કેમેરા, મનોરંજન માટે ટીવી, મ્યુઝિક સીસ્ટમ છે. કપડા ધોવા માટે વોશીંગ મશીન, પીવા માટે ચોખા પાણી (ફિલ્ટર)ની તેમજ ગરમ પાણી માટેની વ્યવસ કરી આપી છે. બધી જ વસ્તુઓ આધૂનિક વ્યવસ સો નારી સંરક્ષણ ગૃહમાં સજ્જ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ બનેલ આ ગૃહ કલેકટર અને જિલ્લા વ્યવસપનના સીધા દેખરેખ નીચે કામ કરતી હોય છે અને જેમાં ડિસટિક મેજીસ્ટેટ જિલ્લાના પોલીસ અધિક્ષક અવા તો પોલીસ કમિશ્નર અને જિલ્લાના જુદા જુદા વિભાગોના અધિકારીઓની પંદરેક સભ્યોની સમિતિ બનેલી હોય છે અને આ સમિતિ દ્વારા નારી સંરક્ષણ ગૃહની દેખરેખ રાખવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહમાં બહેનોને આશ્રય આપતાની સાથે તેમને તાલીમ પણ આપવામાં આવે છે. જૂદી જૂદી સંસ્થાઓ અને વિભાગો સાથે કાર્યક્રમો યોજી અને તેઓને પગભર બનાવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. ૨૦૨૬થી આજ દિન સુધી આ ગૃહમાં છસોથી પણ વધારે કેસો નોંધાયા છે. હાલના વર્ષમાં ૯૧ કેસો હતા. જેમાંથી પચાસ ટકા અત્યારે સમાધાન કરી પોતાના જીવનની નવી શરૂઆત કરી ચૂકયા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશથી ૨૦૧૭થી ગૃહમાં કોઈપણ આશ્રીત બહેન છે તેમની સાથે તેમનો દિકરો હોય જેની ઉંમર છ વર્ષની હોવી જોઈએ અને દિકરીની ઉંમર ૧૪ વર્ષની હોય તો તે ગૃહમાં તેમને માતા સાથે રહી શકે છે. ગુજરાત સરકાર દ્વારા નારી સંરક્ષણ કેન્દ્રમાં બહેનોને તમામ સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે.
આ સીવાય બહેનોને પોલીસની સેવા, વકીલની સેવા, કોઈ અન્ય કાયદાકીય સેવા કે મેડિકલ ટ્રીટમેન્ટની સેવાની બધી જ સુવિધા ગૃહમાંથી પૂરી પાડવામાં આવે છે. જ્યારે નારી સંરક્ષણ ગૃહમાં બહેનો પ્રવેશ લે તેમાં મોટાભાગે સમાજી તરછોડાયેલ હોય અવા તો કોઈને કોઈ પરિસ્થિતિનો ભોગ બન્યા હોય. સમગ્ર પરિસ્થિતિનું અમારા નિષ્ણાંત કાઉન્સેલર હોય તેનો અભ્યાસ કરે છે.
તેમ કેશનો અભ્યાસ કરે અને બહેનોના સમાજમાં પુન: સપન માટેના સારામાં સારા પ્રયત્નો શું થઈ શકે આવા બધા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે. અહીંથી જે બહેનો પોતાના સમાજમાં જાય એ પહેલા અમે આટલી પ્રક્રિયા એ રીતેની કરીએ જેમાં સમાજ એમને સ્વીકારે માન-સન્માન પૂરું પાડે અને પ્રતિષ્ઠાથી પોતાની જીંદગી જીવી શકે. એ માટેની અમે તૈયારીઓ કરી પછી જ એમને સમાજ અંદર મોકલતા હોય છે. ભાજપ સરકાર જે આ કેન્દ્રની સુવિધા ઉભી કરવી ખૂબજ જરૂરી છે અને રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના દિશા નિર્દેશક પ્રમાણે તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.