હિંદુ ધર્મમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે અને હમણાં તો શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે એમનો આજે છે બોળચોથ અને આજ દિવસે હિન્દૂ ધર્મની મહિલાઓ બોળચોથનું વ્રત લે છે અને ગાયની પૂજા કરીને પછી જ જમેં છે અને આ દિવસે ખાલી બાજરાના રોટલા અને મગની બનાવેલી વાનગીઓ જ ખાઈ છે.
આ વ્રત રહેવા પાછળની અલગ જ ગાથા છે.પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો હોય એથી વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીજ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. કે ગાયનું દૂધ અથવા ગાયના દૂધમાંથી બનેલી વાનગીઓનું પણ સેવન કરતી નથી.