આગામી દિવસોમાં આંદોલનના એંધાણ
ધોરાજીમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરોની બિસ્માર હાલતને લઈને તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં નિરાકરણ નહી આવતાં મહિલાઓમાં…
ભૂગર્ભ ગટરોના પાણી લોકોના ઘરમાં ઘૂસવાથી રોષે ભરાયેલ મહિલાઓએ માનવ સાંકળ રચીને માર્ગો પર ચક્કાજામ કર્યો હતો.
ધોરાજી નાં ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ની ચેમ્બર માં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર પાણી ફરી વળયા હોય જેથી આ દુરગંધ વાસ અને કચરા નાં ઢગલા ઓ ઘરોમાં ભરાયા જાય છે એક બાજું કોરોના મહામારી ચાલી રહી હોય ત્યારે લોકો એ ભય નો માહોલ જીવી રહયાં હોય તેવાંમાં વરસાદી પાણી ભરાયા હોય છે જેથી લોકોમાં નારાજગી જોવાં મળી હતી અને અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી સ્થાનિક મહીલાઓ એ નાં છુટકે આંદોલન નો માર્ગ અપનાવ્યો પડી રહ્યો છે ધોરાજી નાં જેતપુર રોડ પર વોર્ડ નં ચાર માં પણ આજ પ્રશ્ન ધોરાજી બે ત્રણ દિવસમાં વધું એક ચક્કાજામ કાર્યક્રમ કરવાની મહીલા ઓ દ્વારા ફરજ પડી હતી અને ધોરાજી નાં જેતપુર રોડ પર કાન્ત પાન પાસે મહીલા ઓ દ્વારા ચક્કાજામ કરાયો હતો અને નગરપાલિકા ઓફિસર તથા મામલતદાર શ્રી તથા પોલીસ અધિકારી ઓ સ્થળ પર પહોંચ્યા હતાં અને યોગ્ય બાહેધરી આપ્યા બાદ રસ્તો ખોલ્યો હતો આમ ધોરાજી માં ધોરાજીમાં અનેક પ્રશ્ર લઈને લોકો ને રસ્તા ઉપર આવવાની ફરજ પડી રહી છે આગામી દિવસોમાં જો વધું આંદોલન થાય તો નવાઈ નહીં