છેલ્લા ચાર વર્ષથી માર્ગ પર ખાડાઓનું સામ્રાજય હોવાથી મહિલાઓએ ‘હાય હાય’ના નારા લગાવ્યા
રાજકોટ જીલ્લાના ધોરાજીનાં નગરપાલિકા નવા પ્રમાણે ૭ અને જુના વોર્ડ પ્રમાણે ૯ એટલે જમાવડ રોડ જે વિસ્તારમાં અલગ અલગ ઘણી સોસાયટી એપાર્ટમેન્ટો આવેલાં છે એમાં નો એક વિસ્તાર એટલે અપૂર્વ સ્કૂલ ગાયત્ર ગાયત્રી સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં અને સાફ સફાઈ ન થતી હોય અનેક વખત રજુઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી જેથી ત્યા મહિલા ઓ બની રણચંડી અને નગરપાલિકા હાય હાય હાયનાં નારા લગાડયા અને વિસ્તારમાં રહેલ કચરો ભેગો કરીને રસ્તા પર નાંખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું
ધોરાજીમાં છેલ્લા ૪ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે અનેક જગ્યાએ ખાડા તેમજ રોડની બિસ્માર હાલતથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજ રોજ ધોરાજીના જમનાવડ રોડ અપૂર્વ સ્કૂલ પાસે રહેતી મહિલા દ્વારા રોડની બિસ્માર હાલતને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારની મહિલા એક્ઠી થઇ અને નગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સમસ્યા વર્તમાન નથી પરંતુ છેલ્લા ૬ કે ૭ વર્ષ થી આ સમસ્યા તેઓ ભોગવી રહ્યા છે. ઉપરાંત તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે ચુંટણીનો સમય હોય ત્યારે નેતાઓ મત માંગે છે. પરંતુ મત મેળવ્યા બાદ તેઓ આ વિસ્તારમાં ફરકતા પણ નથી ત્યારે આ સમસ્યાનો હલ તાત્કાલિક થાય તેવી તેઓની માંગણી છે.
ઉપરાંત આ ખાડામાં વરસાદના પાણી ભરાઈ જતાં હોવાથી ક્યાંકને ક્યાંક ડેન્ગ્યુ ના મચ્છરનો પણ ઉપદ્રવ થાય છે જેને કારણે તે વિસ્તારના અનેક લોકો ડેન્ગ્યુનો ભોગ બન્યા હતા. ત્યારે આ ખાડાનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવા માટે તેઓની માંગણી છે.
આ ઉપરાંત છેલ્લા ૪ વર્ષથી રસ્તાનું ખોદકામ થયેલ છે પરંતુ અત્યાર સુધી તે ખાડા બુરવામાં આવેલા નથી ઉપરાંત તેમના બનાવેલા પાક ઓટા પણ નગરપાલિકા દ્વારા તોડવામાં આવેલ છે ઉપરાંત નગર પાલિકા દ્વારા કચરો ભરવામાં આવતો નથી ત્યારે આ બાબતે આ વિસ્તારના રહેવાસી ઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી વિસ્તારની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.