અબતક, નેહુલ લાલ, ભાટીયા
જામ કલ્યાણપુર તાલુકા ની ખેડૂત મહિલા કેમિકલ ખેતી ને બદલે વળી ઓર્ગોનીક ખેતી તરફ ખેતરમાં જ વર્મી કમ્પોસ્ટ ( અળસિયા નું ખાતર )બનાવી સુધારશે પોતાની ખેતી.અળસિયા દ્વારા કુદરતી રીતે બનાવવામાં આવતા ખાતરને અળસિયાનું ખાતર(વર્મી કંપોસ્ટ) તરીકેઓળખવામાં આવે છે. વર્મીકમ્પોસ્ટ બનાવવા માટે પશુઓના છાણ તેમજ ખેતરના જૈવિક કચરાનો ઉપયોગકરવામાં આવે છે. અળસિયાના ઉછેરને વર્મીકલ્ચર કહેવામાં આવે છે અને અળસિયા દ્વારા બનાવવામાં આવેલખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે . કમ્પોસ્ટીંગની પ્રક્રિયા દ્વારા એકઠા થયેલા નીતારને વર્મી વોશકહેવામાં આવેછે . વર્મીકમ્પોસ્ટ બનાવવા માટે વાપરવામાં આવતી સામગ્રીમા ગાય અને ભેંસના છાણ નો ઉપયોગ થાય છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનાં ભાટિયા ક્લસ્ટરમાં કાર્યરત આગાખાન સંસ્થા દ્વારા ચાલતા ઉન્નત ખેતી પ્રોજેકટ હેઠળ 6 ગામના 10 મહિલા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાંઆવેલ છે .
ભાટીયા ગામ ના લાલ દક્ષાબેન નેહુલભાઈ, આંબલીયા હિરીબેન પાલાભાઈ,કાનપર શેરડી ગામ ના કરંગિયા મુંઘિબેન દેવાભાઇ, હરિપર ગામ ના સોનગરા પાનીબેન નારણભાઈ, ગોકલપર ગામ ના નકુમ જીવીબેન વેલાભાઈ,નકુમ મીઠીબેન જેઠાભાઇ, પરમાર શાંતિબેન ધરમશીભઈ, ભાટવાડિયા ગામ ના સોનગરા સવિતાબેન રમેશભાઈ, જુવાનપર ગામ ના ડાભી સંતોક્બેન દેવજીભાઈ, ડાભી વાલીબેન છગનભાઇ, વગેરે મહિલા ખેડૂતો પોતાના જ ખેતરમાં અળસિયાનું ખાતર બનાવે અને ઉપયોગ કરે છે. મહિલા ખેડૂતો વર્મિ કંપોસ્ટનો ઉપયોગ રવિ પાકમાં રાયડો,ચણા,ઘઉં,વટાણા,કલોંજી,અન્ય પાકતથા શાકભાજીમાં કરે છે તેમજ તેઓ તેનો ઉપયોગ ઉનાળુ પાકમાં પણ કરશે. ખેડૂતો વર્મિ વોશ નોઉપયોગ ફાલ વધારવા માટે કરે છે. મહિલા ખેડૂતોનું કહેવું, વર્મિ કંપોસ્ટ અને વર્મીવોશ ના ઉપયોગકર્યા પછી આવેલ વરસાદમાં થયેલ નુકશાનમાં ઘટાડો થયો છે તેમજ પાકની વૃદ્ધિ થઈ છે.