કાર્યક્રમમાં 350થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ કામગીરીને સમ્માનિત કરવા કાર્યક્રમ યોજાયો હતો, પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી 10 ગામની મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે પૈકી વિશિષ્ટ રીતે કામ કરતી 15 મહિલાઓનું મહાનુભાવોને હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ ગ્રામીણ વિસ્તારની બહેનો જાતે 5 થી 15 પશુઓનું પાલન કરીને દર મહિને 15,000 થી 65,000 રૂપિયાનું દૂધ વેચાણ કરી પોતાની આજીવિકા સ્વમાનભેર ઊભી કરી છે. તેની સાથે ખેતીમાં જરૂરી સેન્દ્રિય ખાતર પણ પૂરું પાડે છે.
મુંદરા તાલુકાનાં 19 ગામોના 17,299 પશુઓની સારવાર તથા રસીકરણ કરીને 739 પશુપાલકોને મદદરૂપ થનાર જિલ્લા પંચાયત સંચાલિત મુંદરા પશુ દવાખાનાના ડોક્ટરો તથા પશુ નિરક્ષકોને તેની આ માટે અવિરત કામગીરી કરીને સાચા અર્થમાં કર્મવીરો સાબિત થયા તે બદલ તમામનું બહુમાન કરવામાં આવેલ.
ભોપાવાંઢ ગામનાં ઉતમ પશુપાલક મહિલા રબારી હીરૂબેન લાખાભાઈએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે ગાય આંગણે હોય તો આંગણું ભર્યું ભર્યું લાગે અને તેમનું પાલન કરવાથી દૂધ વેચાણ કરી પરિવાર પણ ચાલે અને ખેતી માટે ઉત્તમ ખાતર પણ મળે. જ્યારે નવીનાળ ગામના દમયંતિબેન વોરાએ કહ્યું કે ખેતી સાથે પશુપાલન પોસાય તેવો ધંધો છે, અને ડેરીની વ્યવસ્થા હોવાથી ભાવ પણ સારા મળે છે. શ્રીમતિ મેઘબાઈ મહેશભાઇ જસાણી ભુજપુરવાળા એ કહ્યું કે આજે અમે જે કામ કર્યું તેની કદર થઈ તે ગમ્યું અને અમારી જેવી બહેનોનો ઉત્સાહ વધારવાનું કામ અદાણીએ કર્યું
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યું કે રોજ સવારે ઊઠીને ગાય માતાની સેવા સાથે તેનું પાલન કરતી આજે આટલી બધી મહિલાઓનાં એક સાથે દર્શન કરવા એને હું મારૂ અહોભાગ્ય ગણું છું. પશુપાલન કરી ઘર આંગણે આજીવિકાનું સાધન મજબૂત કરી પોતાના પરિવારની એક મોટી જવાબદારી જ્યારે મહિલા લેતી હોય અને વિશ્વ મહિલા દિન નિમિતે તેની કદર થાય તે બીજી મહિલાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. સ્વસહાય જુથ બનાવીને સાથે મળી પોતાનામાં રહેલી કલાને ઉજાગર કરી પોતાની આવક મેળવીને ઘરે બેઠા રોજગારી મેળવી શકે. આ પ્રસંગે ઉપસ્થિત સ્વસહાય જૂથમાં તેજસ્વિની, શ્રદ્ધા, વિકાસ, મેઘધનુષ, ઉમંગ, રાધે, ફૂડ સિસ્ટર, સુંદર, સશક્ત, આકાશ, સખી, મોગલ, સોનલ, આશાપુરા, સહેલી ગ્રૂપના બહેનો સહિત 350થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી પોતાના અનુભવો જણાવ્યાં હતાં.
ડ્રેગન ફૂટ પકવતી મહિલા ખેડૂતની પ્રેરણાદાયી કહાની!
અદાણી ફાઉન્ડેશનની પહેલથી મહિલા ખેડૂતને મળી આવક અને આગવી ઓળખ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે મહિલા સશક્તિકરણની અનોખી મિસાલ સમી ખેડૂતની વાત કરવી છે. ગરવા ગુજરાતની ગીતાબેને ખેતીવાડીમાં એવું કાઠુ કાઢ્યું છે કે તેની વાત સાંભળીને લોકો અચરજ પામે છે. મુન્દ્રાના માંગરાની રહીશ ગીતાબેન વિચિત્ર ફળ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. આજે આપણા બજારોમાં ડ્રેગન ફ્રુટ સરળતાથી મળી રહે છે તે ગીતાબેન જેવા ખેડૂતોને કારણે શક્ય બન્યું છે. અદાણી ફાઉન્ડેશનની પહેલથી મહિલા ખેડૂતોને તાલીમ અને તકનીકી સહાયના પરિણામે મહિલાઓનું સામાજિક અને આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે.
મૂળ અમેરિકન ફળ ગુજરાતમાં પકવવા ગીતાબેને આકરી મહેનત કરી છે. નવાઈની વાત એ નથી કે મુન્દ્રા જેવા અંતરિયાળ વિસ્તારમાં તેઓ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરે છે! પરંતુ તેઓ એવી અનેક મહિલા ખેડૂતોમાંની એક છે જેઓ અદાણી ફાઉન્ડેશનની સહાયને કારણે સફળતાના પરચમ લહેરાવી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશન ભારતમાં 25000 એકરથી વધુ ખેતીલાયક જમીનમાં 17000+ ખેડૂતો સાથે કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશન જૈવિક ખાતર અને ઓર્ગેનિક જંતુનાશકોના ઉપયોગ માટે જનજાગૃતિ ફેલાવી રહ્યું છે.
30 વર્ષ પહેલા ગીતાબેનના લગ્ન એક ખેડૂત પરિવારમાં થયા હતા, પરંતુ 2018માં તેમના પતિ ભરત જેઠવા (મુન્દ્રામાં ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર પ્રથમ ખેડૂત)નું અવસાન થયું. તેમના માથે કૌટુંબિક જવાબદારીઓનો ભાર આવી પડ્યો. જોકે અડગ મનના ગીતાબેન હિંમત ન હાર્યા, અને ચારેય બાળકોને ઉછેરવાનું બીડુ ઝડપ્યું.
ગીતાબેન જણાવે છે કે એ સમય મારા માટે કરો યા મરો જેવો હતો કારણ કે મારી પાસે 4 એકર જમીનમાં ખેતી કરવા સિવાય કોઈ વિકલ્પ નહતો. મેં મોસમી ફળો અને શાકભાજીની ખેતીથી શરૂઆત કરી. ત્યારે ગામમાં અદાણી ફાઉન્ડેશનના દ્વારા ચાલાવાતી કુદરતી ખેતીની તાલીમ શિબિરમાં ભાગ લીધો અને મારું જીવન બદલાઈ ગયું. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનિક ખાતર થકી પ્રાકૃતિક ખેતી માટેની સરળ તકનીકો અંગે તાલીમ આપવામાં આવે છે. ગીતાબેનની સફળતાના કારણે ગામની અનેક મહિલાઓને પ્રેરણા મળી છે. એટલું જ નહીં તેમના સંતાનો પણ માતાના પગલે ચાલવા ઉત્સુક છે. તે ઉમેરે છે કે ભારતમાં મહિલા ખેડૂતો વાવણીથી લઈને લણણી સુધી ખેતીકામમાં વ્યસ્ત રહે છે, તેમ છતાં પુરૂષોની સમકક્ષ નથી. કૃષિ ક્ષેત્રે વૃદ્ધિને વેગ આપવા જાતિભેદ બંધ થવો જરૂરી છે. અદાણી ફાઉન્ડેશનને કારણે લોકો મહિલા ખેડૂતોને ઓળખતા થયા છે. 40% ઉપજની સાથે અમારી આવક વધી છે. “