રાજકોટ મહાનગરપાલીકા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર વિજયભાઈ વાંક આવતીકાલે ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જન્મનારી બાળકીને સોનાનો દાણો આપશે.
આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતીય વાયુસેના કોસ્ટગાર્ડ, રમત ગમત અને અન્ય ક્ષેત્રે મહિલાઓનું યોગદાન રહ્યું છે. જમીનથી આસમાન સુધી મહિલાઓએ સફર ખેડી છે. આજે રાજકારણમાં પણ મહિલાઓને આગવું સ્થાન અને ૫૦ ટકા નગરસેવકોમાં પ્રતિનિધિત્વ મળ્યું છે.
કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી મહિલાઓએ ભારતનું વિશ્ર્વમાં ડંકો વગાડેલ છે.
કોર્પોરેટર વિજયભાઈ વાંક દ્વારા હંમેશા દિકરીઓને પ્રોત્સાહન માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં મવડી ખાતે ૫૨૯ દિકરીઓને સમુહ લગ્નોત્સવમાં ક્ધયાદાન કર્યું છે. અને કરીયાવર આપેલ છે.
આજે વિજયભાઈ દ્વારા જાહેરાત મુજબ તા. ૮ મી માર્ચ ૨૦૧૮ના રોજ રાજકોટ શહેરમાં જન્મ લેનાર નન્હી પરીને દરેકને સોનાની ચુક (દાણો) આપવામા આવશે આ અંગે વાલીઓએ તા.૨૩ માર્ચ ૨૦૧૮ સુધીમાં કોંગ્રેસ કાર્યાલય ૧૫૦ ફૂટ રીંગરોડ જનસંપર્ક કોંગ્રેસ કાર્યાલય, ઉમીયા ચોક, રાધે હોટેલ સામે રાજકોટ ખાતે સંપર્ક ૨૩/૩ સુધીમાં પૂરાવા સાથે આધાર રજૂ કરવો જ‚ર જણાયે વિજયભાઈ વાંક ૯૮૨૪૫ ૮૦૯૮૦ અને ૮૭૮૦૭૧૮૬૮૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.