મેડિકલ સ્ટોરના ઇન્સ્પેકશનમાં વાંધા વચકા ન કાઢવા રૂ.૫ હજારની લાંચ સ્વીકારી
જામનગરના મેડિકલ સ્ટોરના ઇન્સ્પેકશન દરમિયાન વાંધા વચકા ન કાઢવાના બદલામાં ડ્રગ્સ વિભાગના મહિલા ઇન્સ્પેકટરને એસીબીના સ્ટાફે લાંચનું છટકુ ગોઠવી રૂ.૫ હજારની લાંચ લેતા જામનગરના ઇન્દ્રપ્રસ્ત પાસેથી ઝડપી લીધા છે.
આ અંગેની એસીબીમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેડિકલ સ્ટોરના ઇન્સ્પેકશનમાં વાંધા ન કાઢવાના બદલામાં મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી રૂ.૫ હજારની લાંચની માગણી કરવામાં આવતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. એન.કે.વ્યાસ સહિતના સ્ટાફે જામનગરના ડ્રગ્સ વિભાગના મહિલા ઇન્સ્પેકટર કિરણબેન નિલેશભાઇ સવજાણી સામે લાંચ અંગેનો ગુનો નોંધી જામનગરના ઇન્દ્રપ્રસ્થ પાસે લાંચનું છટકુ ગોઠવી રૂ.૫ હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. એસીબી સ્ટાફે તેના નિવાસ સ્થાને જડતી તપાસ કાર્યવાહી હાથધરી છે.