પાયાની સુવિધા મુદ્દે રજુઆત કરવા આવેલી મહિલાઓને સાંભળનાર કોઈ ન હોય ટોળું રોષે ભરાયું: ચેમ્બરનો દરવાજો કોઈકે બહારથી બંધ કરી દેતા મામલો વધુ બીચકયો
મોરબીના શનાળા રોડ પર આવેલી તુલસીપાર્કની મહિલાઓ આજે પાણી અને ગટરના પ્રશ્ને રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી આવી હતી. ત્યારે ત્યાં કોઈ હાજર ન હોવાથી મહિલાઓએ પ્રમુખના ચેમ્બરમાં તોડફોડ કરી હતી. તે વેળાએ કોઈએ દરવાજો બહારથી બંધ કરી દેતા અંદર પુરાયેલી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
તુલસી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટર, રોડ રસ્તા અને પાણી જેવી સુવિધાઓથી વંચિત સ્થાનિક મહિલાઓના ટોળાએ પાલિકા કચેરી પહોંચી હંગામો કર્યો હતો જોકે રાબેતા મુજબ પાલિકાન પ્રમુખ કે ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારી કે પદાધિકારી ઉપસ્થિત ના હોય જેથી ટોળું વિફર્યું હતું
મહિલાઓના ટોળાએ પ્રમુખની ચેમ્બરમાં પીવાના પાણીના માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કોઈએ ચેમ્બરનો દરવાજો બહાર થી બંધ કરી દીધો હતો. જેથી અંદર પુરાયેલી મહિલાઓએ હુરિયો બોલાવ્યો હતો. અંતે પોલીસે ત્યાં પહોંચી દરમિયાનગીરી કરીને મામલો થાળે પડાવ્યો હતો. ઉપરાંત હેડ ક્લાર્કએ આ અંગે ઘટતું કરવાની ખાતરી આપતા મહિલાઓ કચેરીએ થી પરત ફરી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com