મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન મોદીએ જનધન યોજનાની અમલવારી કરી હતી. ત્યારે આજે પ૦ હજારથી પણ વધુ જનધન ખાતાઓ મહિલાઓ ધરાવે છે. અને તેઓ ટ્રાન્સેકશનમાં પણ સક્રિય રહે છે. સ્ટેટ એજન્ટ નેટવર્ક ૨૦૧૭ દ્વારા આ રીપોર્ટ મુજબ અડધો અડધ મહીલાઓ જનધન ખાતાઓ ધરાવે છે. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ ની વચ્ચે પૈસાની ઉપાડ અને જમામાં ૨૦૦ ગણો વધારો આવ્યો છે. મોદીએ જનધન ખાતાઓ ગરીબોને સરકારી લાભ અપાવવા માટે ખોલાવ્યા હતા.
ઉલ્લેખનીય છે ક. આટલી મહીલાઓ જનધન ખાતા ધરાવે છે બેંકની સુવિધાઓમાં પણ આધાર લીંક કરાવ્યા બાદ ફાયદો થયો છે. આધારને ફરજીયાત બનાવી વિમા કંપનીઓની સુરક્ષા પણ વધારવામાં આવી છે. આમ ડીજીટલ ટ્રાન્સેકશનમાં વધારો થયો છે.
આધારને મોબાઇલ સાથે પણ લીંક કરાવવામાં આવ્યા છે. તેથી બેંકો સિઘ્ધા લોકોના સંપર્કમાં જોડાઇ શકે છે. અર્થશાસ્ત્ર સલાહકારે જણાવ્યું હતું કે નાણાકીયરુપે ભારતમાં ઘણા ફાયદાઓ થયા છે. પરંતુ હજી ઘણાં કામો બાકી છે.
જેમ કે તમારી પાસે બેંક ખાતું છે પણ તેમાં ટ્રાન્સેકશન થવું જોઇએ. શૌચાલય છે પણ તેનો ઉપયોગ થવો જોઇએ આમ બેંકોએ પણ પરસ્પર તકલીફોનું નિવારણ કરવું પડશે તેમજ વધુમાં વધુ મહીલાઓને તેમાં જોડવામાં આવે તો જ દેશની પ્રગતિ થાય છે. બેંકોએ લોકોને વધુમાં વધુ સારી સુવિધા આપવી જોઇએ. તો જે લોકો ખાતા ધરાવે છે. અને તેનો વપરાશ થતો નથી. તેનો પર બેંકોએ ઘ્યાન દોરવાની જરુર છે. જો કે ૨૦૧૫ કરતા ટ્રાઝેકશનમાં ઘણો વધારો નોંધાયો છે.
૨૦૧૫માં પેન્શનની નોંધણી કરનારા શુન્ય ટકા હતા તો ૨૦૧૭માં તેનો આંકડો વધીને ૩૮ એ પહોચ્યો હતો. ૨૦૧૫માં પ૧ ટકા બેંકના ખાતાઓ ખોલાવાયા તો ૨૦૧૭ માં ૬૦ ટકા ખાતાઓ ખુલ્યા હતા. ૨૦૧૫માં શુન્ય લોકોએ આધારને બેંક સાથે લીંક કરાવ્યું હતું. ત્યારે ૨૦૧૭ માં ૬૧ ટકા લોકોએ સહકાર આપી આધારને ખાતાઓ સાથે લીંક કરાવ્યા હતા.