કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ મંગળવારે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ટેનિસ ખેલાડી રોહન બોપન્નાને અર્જુન એવોર્ડ આપ્યો છે. આ પુરસ્કારની શરૂઆત 1961થી થઈ હતી. આ એવોર્ડના માધ્યમથી વિશેષ રૂપથી સક્ષમ ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં 5,00,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે સાથે અર્જુનની પ્રતીકાત્મક મૂર્તિ અને સંદર્ભપત્ર આપવામાં આવે છે.
Delhi: Union Sports Minister Kiren Rijiju conferred Arjuna Awards to cricketer Smriti Mandhana and tennis player Rohan Bopanna, earlier today. pic.twitter.com/dvBiUouijg
— ANI (@ANI) July 16, 2019
મહત્વનું છે કે સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટમાં એક જાણીતું નામ છે. મહિલા હોય કે પુરૂષ, તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરની ભારતીય કેપ્ટન છે. મંધાનાએ 22 વર્ષ 229 દિવસની ઉંમરમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. તે આ વર્ષે ફેબ્રુઆરીમાં વિશ્વની નંબર-1 વનડે બેટ્સમેન પણ બની હતી.