કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની કમી ઉભી ના થાય એટલા માટે સરકાર દ્વારા વાયુ અને, રેલવે સેવાની મદદ લીધી છે. આ સાથે દેશભરમાં રેલવે મારફતે ઓક્સિજનની સપ્લાય કરવામાં આવે છે. આ બધાની વચ્ચે જમશેદપૂરથી ઓક્સીજન ભરેલી ટ્રેન કર્ણાટક લાવવામાં આવી હતી, સૌથી અગત્યની બાબત એ છે કે તે ટ્રેનની બધી જવાબદારી મહિલાઓ એ નિભાવી હતી.

રેલ્વેએ આજે ​​જણાવ્યું છે કે, “તમામ મહિલા ક્રૂ” દ્વારા સંચાલિત ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન જમશેદપુરથી 120 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન સાથે બેંગ્લોર આવી હતી. રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ‘કર્ણાટક માટેની સાતમી ઓક્સિજન એક્સપ્રેસ શુક્રવારે ટાટાનગર (જમશેદપુર)થી બેંગ્લોર પહોંચી હતી.’


ગોયલે ટ્વિટ કરી કહ્યું હતું કે, ‘ “તમામ મહિલા ક્રૂ” દ્વારા સંચાલિત આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રાજ્યમાં COVID-19 દર્દીઓ માટે સતત ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરશે.’ રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ આઠમી ઓક્સિજન એક્સપ્રેસ પણ આજે સવારે ગુજરાતના જામનગરથી 109.2 મેટ્રિક ટન પ્રવાહી તબીબી ઓક્સિજન સાથે બેંગ્લોર આવી હતી. કર્ણાટક સરકારે રાજ્યમાં વધી રહેલા COVID-19 કેસને ધ્યાનમાં રાખીને દરરોજ 1,200 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.