પાંચ ન્યાયધીશોની ખંડપીઠ સમક્ષ બોર્ડે પોતાનો પક્ષ રાખ્યો પે.નિકાહનામામાં મહિલાનો પણ અધિકારો અપાયા છે
ત્રીપલ તલાકથી મહીલાઓ પણ છુટાછેડા આપી શકે તેમ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં દલીલ રજુ કરી હતી.મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પોતાના વકીલ મારફત દલીલ પેશ કરી હતી કે, ટ્રિપલ તલાક ૧૪૦૦ વર્ષ જૂની સામુદાયીક પ્રથા છે. તેને નાબૂદ ન કરવી જોઇએ.
બોર્ડે આગળ જણાવ્યું હતું કે, ટ્રિપલ તલાક રામ મંદીરની જેમ આસ્થાનો વિષય છે.હિંદુઓમાં પ્રતિબંધ છતાં ભેટ સ્વ‚પે દહેજ લેવાય છે એવું નથી કે મુસ્લિમ મર્દો જ ત્રીપલ તલાકથી છુટાછેડા આપી શકે છે.
ઔરત એટલે કે મહિલા પણ ત્રીપલ તલાક ત્રણ વાર તલાક કહીને પતિને છુટાછેડા આપી શકે છે. ટ્રિપલ તલાકની પ્રથા શરિયત મુજબની ૧૪૦૦ વર્ષ જુની પ્રથા પ્રથા છે તેને નાબુદ ન કરવાની માંગણી છે.
બીજી તરફ કોંગ્રેસના નેતા અને બોર્ડના વકીલ સિબ્બલે જણાવ્યું હતું કે ભારતમાં દહેજ પ્રથા પર પણ પ્રતિબંધ છે આમ છતાં ખુલ્લેઆમ દહેજ લેવાય છે અને દેવાયો છે. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી હાલ તુર્ત મુલત્વી રાખી છે.
સિબ્બલે આગળ દલીલ આપી હતી કે ૧૬ કરોડ ભારતીય મુસ્લિમોની આસ્થા શું હોવી જોઇએ તે નકકી કરનારા આપણે કોણ ? મુસ્લિમોની ૧૪૦૦ વર્ષ જુની પ્રથા અંગે સવાલ ન ઉઠાવવા જોઇએ. આ આસ્થ્ાનો મામલો છે તેમાં દરમીયાનગીરી કરવી જોઇએ નહીં. તેમણે આમ કહીને ટ્રીપલ તલાકને રદ ન કરવા બોર્ડ વતી અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યારે ટ્રીપલ તલાકની પ્રથા બંધારણની દ્રષ્ટિએ નાબૂદ કરીને તેને કાયદાનું સ્વ‚પ આપવા કેન્દ્ર સરકાર કવાયત કરી રહી છે.