કાર્યક્રમમાં રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ શહેર પર્યાવરણમય બને તે હેતુથી શહેરમાં આવેલી રાષ્ટ્રીય શાળાનાં પ્રાંગણમાં સામાજીક કાયર્ંકર અને મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયશાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતુ આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી પયાવરણ અંગે જાગૃતિ મેળવી હતી.
પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવું જોઈએ: ડે. મેયર અશ્વિન મોલીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન ડે. મેયર અશ્ર્વીનભાઈ મોલીયાએ જણાવ્યું હતુ કે આજરોજ રાષ્ટ્રીય શાળા દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે. જે ખૂબ સરસ છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવું જોઈએ અને સૌ કોઈ લોકોએ વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ હમણા જ આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રીના જન્મદિવસે અર્બન ફોરેસ્ટ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આપણે સૌ વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને સાથોસાથ તેનું જતન કરીશું તો આપણે વધુ પ્રદુષણ થતુ અટકાવીશું પ્રત્યેક વ્યકિતએ એક વૃક્ષ વાવી અને તેની સાર સંભાળ તથા તેનું યોગ્ય જતન કરવાથી આપણે આપણા રંગીલા રાજકોટને ગ્રીન સીટી બનાવી શકશુ.
હજુ વધુને વધુ વૃક્ષો વાવવાથી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ ઓછી થશે: જીતુભાઈ ભટ્ટ
રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અબતક સાથે વાતચીત દરમિયાન જીતુભાઈ ભટ્ટએ જણાવ્યું કે રાષ્ટ્રીય શાળાની સ્થાપના ૧૯૨૧માં થઈ ત્યારબાદ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. છેલ્લા ઘણા વખતથી આર્થિક સ્થિતિને કારણે ઘણી મુશ્કેલીઓ હતી અને જેનો સુધારો કરી આજે અમે જુના બધા કેન્દ્રો પૂન: પ્રસ્થાપીત કરીએ છીએ અને કાર્યરત કરી રહ્યા છીએ એના ભાગ રૂપેજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેનના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો અને રાષ્ટ્રીય શાળાનાં પ્રાંગણમાં ઘણા વૃક્ષો છે. જે અને હજુ વધુ વૃક્ષો વાવવાથી ગ્બલ વોર્મીયંગની સ્થિતિ ઉભી થઈ છે. એમાં આપણે ભાગ લઈ શકીએ અને દેશ માટે કાંઈક કરી શકીએ એના ભાગ રૂપે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહી આશોપાલવ, લીમડો, પીપડો છે જ ઉપરાંત ૧૦૦ જેટલા વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે. આ વૃક્ષોની જાળવણી કરવા માટે અમારી ટીમ છે જેનો તેઓ જાણવણી કરશે અને કોર્પોરેશન તરફથી સારો સહયોગ મળ્યો છે. પીંજરા પણ મળ્યા છે. અને દરરોજ તેમને પાણી પીવડાવું એ અમે કરશું આવતા સમયમાં જે સંગીત વિદ્યાલયછે એને ફરીથી રીનોવેટ કરી રહ્યા છીએ અને કુમાર છાત્રાલયનું રીનોવેશન ચાલુ છે. અને વિજયભાઈ રૂપાણીના હસ્તે તેનું ઉદઘાટન કરવાનું છે. ગાંધી સર્કિટની અંદર યોજના લેવામાં આવી તેના ભાગરૂપે આ બિલ્ડીંગ ફરીથી બનાવી અને તેના જે છ રૂમ છે. તેમાં ભવિષ્યમાં એક રૂમમાં જયા ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા. તે સહિત એક મ્યુઝીયમ બનાવવાની અમારી ઈચ્છા છે.