હિંદુ ધર્મમાં ઋષિ પંચમીને એક શુભ તહેવાર માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે ભારતના ઋષિઓનું સન્માન કરવાનો છે.ઋષિ પંચમીનો પ્રસંગ મુખ્યત્વે સપ્તર્ષિ તરીકે પૂજનીય સાત મહાન ઋષિઓને સમર્પિત છે. પંચમી શબ્દ પાંચમા દિવસ સાથે સંબંધિત છે અને તેને ઋષિનું પ્રતીક માનવામાં આવે છે.
આમ, ’ઋષિ પંચમી’નો પવિત્ર દિવસ મહાન ભારતીય ઋષિઓની યાદમાં ઉજવવામાં આવે છે. તે ભાદરવો મહિનામાં શુક્લ પક્ષની પાંચમી તિથિ (પંચમી તિથિ) પર ઉજવવામાં આવે છે.ઋષિ પંચમી હિંદુ ધર્મમાં માસિક સ્રાવ દરમિયાન મહિલાઓ દ્વારા અજાણતાં થયેલી ભૂલ માટે ક્ષમા મેળવવા માટે મનાવવામાં આવે છે. દર વર્ષે ભાદરવો માસના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઋષિ પંચમી વ્રત કરવામાં આવે છે. ઋષિ પંચમીએ ત્રિવેદી સંગમ ત્રંબા ખાતે મહિલાઓ સ્નાન કરી જાણતા અજાણતા થયેલી ભૂલના પાપમાંથી મુકિત થાય છે.